
ગયા વર્ષે, ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ વિયેતનામમાં પોર્ટ અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં $3 બિલિયન સુધીનું રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી. તેમણે કહ્યું કે આ રોકાણને લાંબા સમય સુધી લંબાવી શકાય છે, જે લગભગ 10 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું હતું કે આનાથી અન્ય દેશોમાં જૂથના વિસ્તરણમાં મદદ મળશે.

વિયેતનામ ઉપરાંત અદાણી ગ્રુપ કેન્યા એરપોર્ટમાં પણ રોકાણ કરવા માંગે છે. આ સંદર્ભમાં, કેન્યા એરપોર્ટ ઓથોરિટી (KAA) એ તાજેતરમાં જણાવ્યું હતું કે તેને નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) ના અપગ્રેડ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ અદાણી ગ્રુપ તરફથી પ્રસ્તાવ મળ્યો છે. આ દરખાસ્ત અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા રજૂ કરવામાં આવી હતી. AAHL હાલમાં ભારતમાં સાત એરપોર્ટનું સંચાલન કરે છે. આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.