
આ વર્ષે ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે નિર્ણય લીધો છે કે બાપ્પાની મૂર્તિના વિસર્જન પછી કોઈ પણ વ્યક્તિ ફોટો ક્લિક કરી શકશે નહીં. પોલીસને આશંકા છે કે આનાથી ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ આદેશનું પાલન નહીં કરે અને તસવીરો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આજે ગણેશજીની થશે સ્થાપના : 7મી સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થી વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મુંબઈમાં ઠેર-ઠેર બાપ્પાના પંડાલોને શણગારવામાં આવ્યા છે અને બાપ્પાના ધામધૂમથી સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે અને સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્ર પોલીસ વાતાવરણ બગાડનારાઓને બક્ષવાના મૂડમાં નથી. આ વખતે પંડાલ સિવાય પોલીસ સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખી રહી છે.