Ganesh Chaturthi 2024 : આ વસ્તુઓથી ઘરે જ બનાવો ઇકો-ફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિ

|

Aug 21, 2024 | 4:46 PM

ગણેશ ઉત્સવની તૈયારીઓ ધામ ધૂમથી થઈ ચૂકી છે. ત્યારે આ તહેવારમાં પર્યાવરણને નુકસાન ન પહોંચે તેની પણ કાળજી રાખવી જરુરી છે. તો આજે અમે તમને પૂજા માટે ઈકો ફેન્ડલી ગણપતિની મૂર્તિઓ કેવી રીતે બનાવવી તેના વિશે જણાવીશું.

1 / 6
ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો પોતાના ઘરોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે. ઘણા લોકો ઘરે ગણેશજીની મૂર્તિ બનાવે છે. જો તમે પણ આ વર્ષે તમે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ પણ ઘરે બનાવી શકો છો.

2 / 6
ગણેશ ઉત્સવની ઉજવણી 10 દિવસ સુધી રહે છે. ત્યારબાદ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આ તહેવારમાં પર્યાવરણને નુકસાન ન પહોંચે તેની પણ કાળજી રાખવી જરુરી છે.

3 / 6
તહેવારની ઉજવણી સાથે તમારે પર્યાવરણની જવાબદારી પણ નિભાવવી જોઈએ અને પૂજા માટે માત્ર ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓની જ પસંદગી કરવી જોઈએ. આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે ઘરે જ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી શકો છો.

4 / 6
ઘરે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે તમારે માટીની જરુર પડશે. જે તમને બજારમાંથી સરળતાથી મળી રહેશે. તેમજ લાકડાનો ચોરસ ટુકડો લો, જેના પર તમારે મૂર્તિને સ્થાપિત કરવાની રહેશે.

5 / 6
મૂર્તિ બનાવવા માટે માટીમાં પાણી ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. 1 કલાક બાદ આ માટીથી મૂર્તિ બનાવવાનું શરુ કરો. જો તમે ઈચ્છો તો માટી પર વ્હાઈટ કલર પણ કરી શકો છો.

6 / 6
 ગણપતિની મૂર્તિ બની જાય પછી તેને સુકવવા માટે થોડા સમય રાખી દો, ત્યારબાદ તમે વોટર કલરથી મૂર્તિને રંગીન બનાવી શકો છો. મૂર્તિને રંગ કર્યા બાદ ભગવાનને ફૂલોની માળા અને નાના મોતિઓના આભૂષણ પહેરાવી સજાવી દો,

Next Photo Gallery