
(5) લંબોદર : ગણપતિજીને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર પણ કહેવાય છે. તેનો મંત્ર- ऊँ लंबोदराय नमः છે. (6) વિકટ : ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેનું વિકટનામ પડ્યું છે. તેમના નામનો મંત્ર છે - ऊँ विकटाय नमः

(7) વિઘ્નનાશ : કોઈ પણ કાર્યોમાં ગણેશજીની પ્રથમ પુજા થાય છે એટલે કે કાર્યો આડે આવતા તમામ વિઘ્નો ગણેશજી દૂર કરે છે તેથી તેને વિઘ્નનાશ પણ કહેવામાં આવે છે. તેમનો મંત્ર - ऊँ विघ्ननाशाय नमः છે. (8) વિનાયક : પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે એટલા માટે તેને નામ વિનાયક નામ મળેલું છે. તેમનો મંત્ર છે - ऊँ विनायकाय नमः

(9) ધૂમ્રકેતુ : રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રીગણેશનો રંગ ધુમાડા જેવો હોવાથી તેમને ધૂમ્રકેતુ કહેવામાં આવે છે, તેમનો નામનો મંત્ર છે - ऊँ धूम्रकेतवे नमः (10) ગણાધ્યક્ષ : ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણાધ્યક્ષ નામે પણ સંબોધવામાં આવે છે. તેમને મંત્ર છે - ऊँ गणाध्यक्षाय नमः

(11) ભાલચંદ્ર : તેઓ મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવાય છે. તેમનો મંત્ર - ऊँ भालचंद्राय नमः છે.

(12) ગજાનન : તેમને હાથી જેવું મુખ છે એટલે તેમને ગજાનન કહેવામાં આવે છે. તેમનો મંત્ર છે - ऊँ गजाननाय नमः