
માવાને ગરમ કરીને ટ્રાય કરો : માવાને ગરમ કરીને ચેક કરવું બેસ્ટ છે. સતત હલાવતા રહીને ધીમી આંચ પર એક જાડા તળિયાવાળા તપેલામાં માવાને શેકો. થોડી વારમાં માવો સોનેરી થવા લાગે છે અને ઘી છોડવા લાગે છે. આ સમય દરમિયાન મીઠી સુગંધ આખા ઘરમાં ફેલાય છે.

આયોડિન ટિંકચરનો ઉપયોગ કરો : આયોડિન ટિંકચરનો ઉપયોગ મોટેભાગે દૂધ આધારિત ખોરાકમાં ભેળસેળને ઓળખવા માટે થાય છે. આયોડિન ટિંકચર એ એક પ્રવાહી છે. જેને જો દૂધમાંથી બનાવેલી કોઈપણ વસ્તુ પર રેડવામાં આવે અને થોડાં સમય માટે છોડી દેવામાં આવે તો ભેળસેળ થવા પર તે ખોરાકનો રંગ વાદળી થઈ જાય છે. તમે આ રીતે માવા ને પણ ચેક કરી શકો છો.