
હોળીના પ્રાગટ્ય માટે દસથી પંદર દિવસ પહેલાં જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. ગામના યુવાનો 200 થી 300 ટન લાકડાં ભેગા કરે છે અને 35 ફૂટ ઊંચી હોળી માટે સમાન વ્યવસ્થા ગોઠવે છે. આ સમયે કેરી, મહુડો અને રાયસના ડોડાના હાર બનાવવાની પરંપરા છે અને ભક્તો હોળીની પરિક્રમા કરે છે. માન્યતા છે કે આ તાપ લીધા પછી વર્ષ દરમિયાન શારીરિક તકલીફો રહેતી નથી.

હોળીના દિવસે ગામમાં મેળાનું પણ આયોજન થાય છે, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ પર્વની વિશિષ્ટતા એ છે કે હોળીના જ્વાળાની દિશા પરથી આવનાર વર્ષ માટે ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ પરંપરાએ પાલજ ગામને ગુજરાતભરમાં આગવી ઓળખ આપી છે.
Published On - 7:18 pm, Thu, 13 March 25