Weight Loss : માત્ર એક્સરસાઇઝ જ નહીં, આ 3 રમતો રમવાથી પણ ઘટી શકે છે વજન !

વધતા વજનથી પરેશાન લોકો વજન ઘટાડવા માટે અનેક ઉપાયો કરે છે. જોકે મોટાભાગના લોકોને એક્સરસાઇઝ કરવી પસંદ નથી હોતી. આવી સ્થિતિમાં તેઓ વજન ઘટાડવા માટે અન્ય સરળ અને રસપ્રદ વિકલ્પોની શોધમાં રહે છે.

| Updated on: Jun 04, 2026 | 3:48 PM
1 / 6
જો તમે પણ વધેલા વજનથી પરેશાન છો અને વજન ઘટાડવા માંગો છો પરંતુ નિયમિત કસરત કરવી ગમતી ન હોય તો ડાયેટ ફોલો કરવાની સાથે કેટલીક રમતો રમીને પણ વજનને નિયંત્રણમાં રાખી શકો છો. રમતો શરીરને સક્રિય રાખે છે અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

2 / 6
બેડમિન્ટન વજન ઘટાડવા માટે એક ઉત્તમ રમત માનવામાં આવે છે. તેને રમવાથી શરીરમાં કેલરી બર્ન થાય છે અને ફિટનેસમાં સુધારો થાય છે.

3 / 6
બેડમિન્ટન રમતી વખતે પગ, ખભા અને પીઠની સારી કસરત થાય છે. ઉપરાંત શરીર સતત વળે છે, ખેંચાય છે અને વિવિધ દિશામાં હલનચલન કરે છે. જેના કારણે સ્નાયુઓ મજબૂત બને છે.

4 / 6
ફૂટબોલ પણ વજન ઘટાડવા માટે અસરકારક રમત છે. આ રમત રમતી વખતે મોટાભાગનો સમય દોડવામાં પસાર થાય છે. જેના કારણે પગ અને શરીરના અન્ય ભાગોની સતત કસરત થાય છે. સાથે જ ફૂટબોલ હાડકાંને મજબૂત બનાવે છે.

5 / 6
બોક્સિંગ એક હાઈ-ઇન્ટેન્સિટી રમત છે. જે ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. ઘણા જીમમાં બોક્સિંગ રિંગ અથવા બોક્સિંગ ક્લાસ ઉપલબ્ધ હોય છે. બોક્સિંગ દ્વારા પ્રતિ કલાક આશરે 800 કેલરી સુધી બર્ન થઈ શકે છે.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us