
કરમતારા એન્જિનિયરિંગે તાજેતરમાં 105.7 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જેમાં રણબીર કપૂર, આમિર ખાન, કરણ જોહર, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા જેવા જાણીતા ફિલ્મ અને સ્પોર્ટસના દિગ્ગજોએ પણ રોકાણ કર્યું છે. આ ઉપરાંત, જગદીશ નરેશ માસ્ટર, ઉત્પલ હેમેન્દ્ર શેઠ, સિંગ્યુલારિટી ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ફંડ અને ગૌરવ ત્રેહન જેવા ઘણા સંસ્થાકીય રોકાણકારોએ પણ પ્રેફરન્શિયલ શેર ફાળવણી દ્વારા રોકાણ કર્યું છે.

આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ જેએમ ફાઇનાન્શિયલ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને આઇઆઇએફએલ કેપિટલ છે, જ્યારે રજિસ્ટ્રારની ભૂમિકા 'MUFG ઈનટાઈમ ઇન્ડિયા' દ્વારા ભજવવામાં આવી રહી છે.

કરમતારા એન્જિનિયરિંગ એક બેકવર્ડ-ઇન્ટિગ્રેટેડ મેનુફેક્ચરિંગ કંપની છે, જે રિન્યૂએબલ એનર્જી અને ટ્રાન્સમિશન લાઇન ક્ષેત્રો માટે સેક્ટર માટે પ્રોડક્ટ બનાવે છે. નાણાકીય વર્ષ 24 અને સપ્ટેમ્બર 2024ના ડેટા મુજબ, આ ભારતમાં સૌર ઉર્જા માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ અને ટ્રેકર કમ્પોનન્ટ બનાવવા માટેની મોટી કંપની છે. કરમતારાની પ્રોડક્ટસ ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા સહિત 50 થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે.

આ સિવાય સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ 3 અન્ય કંપનીઓને તેમના IPO માટે લીલીઝંડી આપી છે. આ કંપનીઓમાં Kent RO Systems, Mangal Electrical Industries અને Vidya Wiresનો સમાવેશ થાય છે. આ બધી કંપનીઓએ જાન્યુઆરી 2025માં તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યા હતા. SEBI એ 3 થી 6 જૂન વચ્ચે આ કંપનીઓને તેની મંજૂરી આપી છે.

Kent RO Systemsનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે, જેમાં પ્રમોટર્સ તેમના 1 કરોડ ઇક્વિટી શેર વેચશે. આ ફક્ત એક OFS હોવાથી કંપનીને ઇશ્યૂમાંથી કોઈ ડાયરેક્ટ ફંડિંગ મળશે નહીં.

આ સિવાય સાઈ ઇન્ફિનિયમ નામની કંપનીએ 4 જૂને પોતાનો IPO ડ્રાફ્ટ પાછો ખેંચી લીધો છે. આ બધી કંપનીઓના શેર BSE અને NSE બંને સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થશે. જો કે, IPO તારીખ, પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગ તારીખ અંગેની માહિતી હજુ સુધી તેમના દ્વારા જાહેર કરવામાં આવી નથી.

મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ IPO: આ કંપનીનો આખો ઇશ્યૂ 450 કરોડ રૂપિયાનો છે, જેમાં કોઈ OFS નથી. કંપની 122 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલમાં, 120 કરોડ રૂપિયા સીકર સ્થિત મેનુફેક્ચરિંગ યુનિટ માટે અને જયપુર હેડ ઓફિસમાં ઉત્પાદન એકમમાં સંગ્રહ ક્ષમતા વધારવા માટે નિર્માણ કાર્યમાં અને 96 કરોડ રૂપિયા દેવાની ચુકવણી તેમજ સામાન્ય ખર્ચ માટે કરશે.

વિદ્યા વાયર્સનો IPO: આ IPO બે ભાગમાં છે, જેમાં 320 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ છે. આ સિવાય 1 કરોડ ઇક્વિટી શેરના OFS છે. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ તેની સબ્સિડિયરી ALCU હેઠળના નવા પ્રોજેક્ટ્સમાં મૂડી ખર્ચ, દેવાની ચુકવણી અને કોર્પોરેટ હેતુઓ માટે કરશે.