
'IRDAI' નું કન્ઝ્યુમર અફેર્સ પેજ અને પોર્ટલના FAQ સેક્શનમાં આ પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. હેલ્પલાઇન અને ઇમેઇલ જેવા ઓફલાઇન વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

સૌથી પહેલા તો, જ્યારે તમે ફરિયાદ દાખલ કરો છો, ત્યારે તે સૌપ્રથમ તમારી વીમા કંપનીની ફરિયાદ ટીમ એટલે કે Grievance Team પાસે જાય છે. તેઓએ નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ આપવો જરૂરી છે. જો કંપની તરફથી મોડું થાય અથવા યોગ્ય જવાબ ન મળે, તો તમે તે જ ફરિયાદને વીમા લોકપાલ સુધી મોકલી શકો છો. Insurance Ombudsman (વીમા લોકપાલ) એક સ્વતંત્ર સંસ્થા છે, જે વીમા પૉલિસી સંબંધિત ફરિયાદોનું સંચાલન (Management) કરે છે.

વર્ષ 2025 માં IRDAI એ દરેક વીમા કંપનીમાં 'આંતરિક વીમા લોકપાલ' (Internal Insurance Ombudsman) ની નિમણૂક (Appointment) કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી ₹50 લાખ સુધીના દાવાઓ શરૂઆતના તબક્કે જ પતાવી શકાય.

ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તો, Bima Bharosa વેબસાઇટ પર જાઓ અને 'Register Complaint' પર ક્લિક કરો. હવે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ દાખલ કરીને પ્રોફાઇલ બનાવો. ત્યારબાદ સાઇટ પર લોગિન કરો.

હવે આગળ તમારી ઈન્સ્યોરન્સ કંપની પસંદ કરો અને પોલિસી અથવા ક્લેમ નંબર દાખલ કરો. તમારી ફરિયાદ સરળ ભાષામાં લખો અને જરૂરી દસ્તાવેજો (જેમ કે રિજેક્શન લેટર અથવા ઇમેઇલ ટ્રેલ) અપલોડ કરો. આટલું કર્યા બાદ તેને સબમિટ કરો, જેથી તમને ટોકન નંબર મળી જાય.

આમાં તમે 'New', 'Attended' અથવા 'Closed' જેવા લેબલનો ઉપયોગ કરીને કેસ ટ્રેક કરી શકો છો. પોર્ટલના પ્રોસેસ પેજ પર પણ જણાવાયું છે કે, તે ક્યારેય કોઈ પેમેન્ટ અથવા QR કોડ સ્કેન માટે પૂછતું નથી. જો તમને આવો કોઈ મેસેજ, કૉલ અથવા વેબસાઇટ દેખાય, તો તેને ઇગ્નોર કરો.

વધુમાં IRDAI નિયમો મુજબ, પહેલા તમારી વીમા કંપનીનો સંપર્ક કરો. જો તમે કંપનીનો સંપર્ક કરી શકતા નથી અથવા નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ મેળવી શકતા નથી, તો 'Bima Bharosa' પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો અને ત્યાંથી તેને ટ્રેક કરો. જો સમસ્યા ન ઉકેલાય, તો તમે તે રેકોર્ડના આધારે વીમા લોકપાલ (Insurance Ombudsman) સમક્ષ રજૂ કરી શકો છો.

નવી સિસ્ટમના ઘણા ફાયદા છે. અગાઉ ગ્રાહકોને ખબર નહોતી કે, તેમની ફરિયાદ ક્યાં અટકી ગઈ છે અથવા આગળ શું થયું. હવે 'Bima Bharosa' પોર્ટલ ઈન્સ્યોરન્સ કંપની અને IRDAI બંનેની સિસ્ટમને જોડે છે, જે દરેક અપડેટને ટ્રેક કરે છે.

આ નવી સિસ્ટમની વિગતો IRDAI ની વેબસાઇટ Policyholder.gov.in પર પ્રદાન કરવામાં આવી છે. તાજેતરના અહેવાલો અનુસાર, IRDAI હવે આ ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમને પ્રસ્તાવિત ઇન-હાઉસ લોકપાલ (Ombudsman) સિસ્ટમ સાથે જોડી રહ્યું છે. આનાથી પેન્ડિંગ કેસોની સંખ્યા ઓછી થશે અને ફરિયાદોનું નિરાકરણ ઝડપી બનશે.