જાણો કોણ છે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ, જેમણે નાની ઉંમરમાં જ કર્યું હતુ મોટું કામ, આવો છે પરિવાર
જગદીશ વાસુદેવ, જેને જગ્ગી તરીકે ઓળખવામાં આવે છે, તેનો જન્મ 3 સપ્ટેમ્બર 1957ના રોજ તેલુગુ પરિવારમાં થયો હતો. તેઓ સુશીલા વાસુદેવ (માતા) અને બી.વી. વાસુદેવ (પિતા)ના પાંચ બાળકોમાં સૌથી નાના હતા. તો આજે આપણે સદગુરુના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ સાથે તેના પરિવાર વિશે પણ જાણીએ.
1 / 12
આજે આપણે સદગુરુના પરિવાર વિશે વાત કરીએ. સદગુરુના પરિવારમાં કોણ કોણ છે જુઓ પરિવાર
2 / 12
જગદીશ વાસુદેવ એટલે કે, જગ્ગીનો જન્મ એક તેલુગુ પરિવારમાં 3 સપ્ટેમ્બર 1957ના રોજ મૈસુરના કર્ણાટકમાં થયો છે. જેના પિતાનું નામ બીવી વાસુદેવ અને માતાનું નામ સુશીલા વાસુદેવ છે. તેના પિતા મૈસુરુ રેલવે હોસ્પિટલમાં ડોક્ટર હતા તો તેની પત્ની હાઉસવાઈફ હતી.
3 / 12
જગ્ગી (સદગુરુ) તેમના માતા-પિતાના 5 બાળકોમાં સૌથી નાનું બાળક છે. જગ્ગીએ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો છે અને પછી બિઝનેસમાં તેની કારકિર્દીની શરૂઆત કરી છે.સદગુરુએ ત્રીસથી વધુ પુસ્તકો લખ્યા છે,સદગુરુ વક્તા છે જેમને વિશ્વભરના ઘણા પ્રતિષ્ઠિત મંચો અને પરિષદોને સંબોધવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે,
4 / 12
સદગુરુએ મૈસુર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેણે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. સાહિત્યનો અભ્યાસ કરતી વખતે બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમ છતાં તેમના માતા-પિતા ઇચ્છતા હતા કે તેઓ શિક્ષણ ચાલુ રાખે, સદગુરુ અસંમત થયા અને બિઝનેસમાં કારકિર્દી શરૂ કરી.
5 / 12
વર્ષ 1984ના રોજ જગદીશ એટલે કે, સદગુરુના લગ્ન વિજિકુમારી સાથે થયા અને 1990ના રોજ તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતું તેનું નામ રાધે છે. વિજિકુમારીનું 23 જાન્યુઆરી 1997ના રોજ નિધન થયું હતુ. સદગુરુની દિકરી રાધે ચેન્નાઈની કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાં ભારતનાટ્યમની ટ્રેનિંગ લીધેલી છે અને તેમણે 2014માં ભારતીય શાસ્ત્રીય ગાયક સંદીપ નારાયણ સાથે લગ્ન કર્યા છે.
6 / 12
25 વર્ષની ઉંમરે આધ્યાત્મિક અનુભવ મહસુસ થયો. આ અનુભવ તેમણે આધ્યાત્મિક તરફ પ્રેરિત કર્યો અને તેમણે બિઝનેસ છોડી આધ્યાત્મિક અનુભવની જાણકારી મેળવવા માટે યાત્રાઓ શરુ કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને યોગ શીખવવાનો નિર્ણય કર્યો હતો.
7 / 12
વર્ષ 1992માં તેમણે ઈશા ફાઉડેશનની સ્થાપના કરી હતી. વર્ષ 1994માં તેમણે તમિલનાડુ કોયમ્બતુરમાં વેલ્લિયાંગિરી પહાડો પાસે જમીન ખરીદી અને ઈશા યોગ કેન્દ્રની શરુઆત કરી. પોતાના આધ્યાત્મિક દ્ષ્ટિકોણને લોકો સાથે શેર કર્યા અને તે ધીરે ધીરે સદગુરુના નામથી પ્રખ્યાત થઈ ગયા.
8 / 12
વર્ષ 2008માં તેમને ઈન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર મળ્યો અને વર્ષ 2017માં તેમણે આધ્યાત્મ માટે પદ્મવિભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
9 / 12
ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવની દિલ્હીની એપોલો હોસ્પિટલમાં બ્રેનની સર્જરી કરવામાં આવી છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેના મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ અને સોજો હતો.
10 / 12
આ પછી સદગુરુને એપોલો દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. સદગુરુએ મગજની સર્જરી બાદ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે મગજની સર્જરી બાદ તેમની હાલત હવે સ્વસ્થ છે.
11 / 12
તમને જણાવી દઈએ કે, સદગુરુ જગ્ગી વાસુદેવ એક આધ્યાતમિક ગુરુ છે. તેમણે પોતાના જીવન દરમિયાન અનેક લોકોને આત્મનિર્ભર્તા , સુખ અને આનંદનું શિક્ષણ આપ્યું છે. સદગુરુનું સાચું નામ જગદીશ વાસુદેવ છે પરંતુ તેમને શિષ્ય દ્વારા સદગુરુ નામથી બોલાવવામાં આવે છે.
12 / 12
સદગુરુની પુત્રી, રાધે જગ્ગીએ પણ તેના પિતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, સદગુરુ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.