નવાઝ શરીફનો પરિવાર એટલો લાંબો કે અડધું પાકિસ્તાન તેના પરિવારમાં જ આવી જાય, વિવાદમાં આવી ચૂક્યો છે આખો પરિવાર
નવાઝ શરીફનો જન્મ 25 ડીસેમ્બર, 1949ના રોજ થયો છે. પાકિસ્તાની ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ રાજકારણી છે, જેમણે 1990થી 1993 સુધી, 1997થી 1999 સુધી અને ફરીથી 2013થી 2017 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે રહ્યા હતા. તો આજે આપણે નવાઝ શરીફના પરિવાર તેમજ તેમના બાળકો વિશે જાણીએ.
1 / 9
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પરિવાર વિશે જાણો, નવાઝ શરીફના ભાઈએ 4 વખત લગ્ન કર્યા હતા, તો જુઓ નવાઝ શરીફના પરિવારને
2 / 9
નવાઝે મે 2016માં લંડનમાં ઓપન હાર્ટ સર્જરી કરાવી હતી. તે તેમનું બીજું ઓપન-હાર્ટ ઓપરેશન હતું. તેમની બગડતી તબિયતને કારણે દેશના વાર્ષિક બજેટની રજૂઆતના ત્રણ દિવસ પહેલા જ તેમને ઓપન હાર્ટ સર્જરી કરાવવાની ફરજ પડી હતી.
3 / 9
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજના પ્રમુખ નવાઝ શરીફ દેશના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. ચોથી વખત વડાપ્રધાન બનવા માટે પોતાની મહત્વાકાંક્ષાનો ત્યાગ કર્યો છે. નવાઝ શરીફે પોતાના ભાઈ શહબાઝ શરીફને આ પદ માટે નામાંકિત કર્યા છે.
4 / 9
નવાઝે એપ્રિલ 1971માં કુલસુમ નવાઝ સાથે લગ્ન કર્યા, તેમના ભાઈ શેહબાઝ શરીફ ચાર વખત પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી અને 2022 થી 2023 સુધી પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી,
5 / 9
નવાઝની પુત્રી મરિયમ નવાઝ પીએમએલ-એનની ઉપપ્રમુખ રહી ચૂકી છે. મરિયમે રાજકારણી મુહમ્મદ સફદર અવન સાથે લગ્ન કર્યા છે.તેમની બીજી પુત્રી, અસ્મા નવાઝના લગ્ન પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી ઈશાક ડારના પુત્ર અલી ડાર સાથે થયા છે.
6 / 9
શરીફ પરિવારનું રહેઠાણ, રાયવિંડ પેલેસ, લાહોરની બહારના રાયવિંડના જતી ઉમરા ખાતે આવેલું છે. તેમનું સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રહેઠાણ પણ છે, જે શરીફ વિલા તરીકે ઓળખાય છે, જ્યાં તેઓ તેમના દેશનિકાલ દરમિયાન રહેતા હતા.
7 / 9
તેમના મોટા પુત્ર, હુસૈન નવાઝ, સાઉદી અરેબિયા સ્થિત વેપારી છે અને હાલમાં જેદ્દાહમાં રહે છે. તેમનો નાનો પુત્ર હસન નવાઝ પણ એક વેપારી છે અને લંડનમાં રહે છે.
8 / 9
શહેબાઝ શરીફને બે ભાઈઓ છે, અબ્બાસ શરીફ અને નવાઝ શરીફ. નવાઝ પાકિસ્તાનના ત્રણ વખત ચૂંટાયેલા વડાપ્રધાન છે. તેમની ભાભી કુલસુમ નવાઝ શરીફ સતત ત્રણ વખત પાકિસ્તાનની પ્રથમ મહિલા રહી હતી.
9 / 9
શેહબાઝે 1973માં નુસરત શેહબાઝ સાથે લગ્ન કર્યા. તેમને ચાર બાળકો છે, સલમાન, હમઝા અને જોડિયા બહેનો, જવેરિયા અને રાબિયા તેમના બીજા લગ્ન આલિયા હની સાથે હતા, જેની સાથે તેમણે 1993માં લગ્ન કર્યા હતા. આ દંપતી માત્ર એક વર્ષ પછી અલગ થઈ ગયું હતું.
Published On - 9:30 am, Wed, 21 February 24