
ત્યારબાદ તેની લાઈફમાં બોલિવુડ અભિનેત્રીની એન્ટ્રી થઈ હતી. જેનું નામ સિમી ગરેવાલ હતુ.સિમી અને રતન ટાટા વચ્ચે સારા સંબંધો હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, બંન્ને ખુબ લાંબો સમય સાથે પસાર કર્યો છે. બંન્ને લગ્ન કરવા માંગતા હતા પરંતુ આ કિસ્મતને મંજૂર ન હતી. અમુક કારણોસર તેમના પ્રેમને મંજિલ મળી ન હતી.

દેશના સૌથી મોટા બિઝનેસમેન રતન ટાટાના લગ્ન થયા ન હતા. તે કુંવારા હતા. એક વખત તેમણે ઈન્ટરવ્યુમાં ખુદ જણાવ્યું કે, 4 વખત લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ અમુક કારણોસર તેઓ લગ્ન કરી શક્યા ન હતા.