FD, Gold કે Stock ભૂલી જાવ… આ સેક્ટરમાં લગાવો પૈસા, દર મહિને થશે ‘ગેરંટીડ કમાણી’ અને મળશે ‘બમ્પર રિટર્ન’

છેલ્લા બે વર્ષમાં શેરબજારની ભારે ઉથલપાથલ અને નેગેટિવ રિટર્નને કારણે રોકાણકારો ભારે મુંઝવણમાં મૂકાયા છે. બજારના આ માનસિક તણાવ વચ્ચે હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે, સુરક્ષિત અને બમ્પર કમાણી માટે FD, ગોલ્ડ, સ્ટોક કે બીજો કયો વિકલ્પ સૌથી બેસ્ટ છે? એક્સપર્ટના મતે, રોકાણનો એક એવો ખાસ અને સુરક્ષિત રસ્તો છે કે, જે તમને દર મહિને નિયમિત કમાણી આપવાની સાથે લાંબાગાળે મજબૂત રિટર્ન આપી શકે છે.

| Updated on: Jul 05, 2026 | 2:56 PM
1 / 6
છેલ્લા બે વર્ષમાં શેરબજારે (Stock Market) રોકાણકારોને નિરાશ કર્યા છે. સીધા સ્ટોક્સમાં પૈસા લગાવનારા હોય કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા, મોટાભાગના રોકાણકારોને આ સમયગાળા દરમિયાન કાં તો નજીવું અથવા તો નેગેટિવ વળતર મળ્યું છે. બજારની આ ઉથલપાથલ વચ્ચે હવે રોકાણકારોના મનમાં એ મોટો સવાલ ઘૂમી રહ્યો છે કે, આખરે સુરક્ષિત અને વધુ સારા નફા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD), ગોલ્ડ (Gold), સ્ટોક કે રિયલ એસ્ટેટમાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે?

2 / 6
બજારના નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે, દરેક વ્યક્તિના નાણાકીય લક્ષ્યો, જોખમ ઉઠાવવાની ક્ષમતા અને રોકાણની સમયમર્યાદા અલગ-અલગ હોય છે. એવામાં રોકાણનો નિર્ણય હંમેશા કેટલાંક માપદંડો પર આધારિત હોવો જોઈએ. જો કોઈ રોકાણકાર શેરબજારની રોજબરોજની વધ-ઘટ અને માનસિક તણાવથી સંપૂર્ણપણે બચવા માંગતો હોય તેમજ તેનો લક્ષ્યાંક લાંબાગાળાનો (Long Term) હોય, તો તેના માટે પ્રોપર્ટી એટલે કે રિયલ એસ્ટેટ આજે પણ સૌથી ભરોસાપાત્ર અને શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

3 / 6
ટૂંકાગાળામાં ભલે શેરબજાર આગળ દેખાય પરંતુ 10 થી 20 વર્ષના સમયગાળામાં રિયલ એસ્ટેટે હંમેશા રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. જમીનની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે પ્રોપર્ટીની કિંમત ઝડપથી વધી રહી છે. માંગ અને પુરવઠાની આ અસમાનતા પ્રોપર્ટીની કિંમતોને લાંબાગાળામાં ઝડપથી વધારે છે.

4 / 6
'સોનું' લોકરમાં પડ્યું રહે છે અને 'સ્ટોક્સ' ત્યાં સુધી ખિસ્સામાં પૈસા નથી લાવતા, જ્યાં સુધી તમે તેને વેચો નહીં (ડિવિડન્ડ સિવાય) પરંતુ પ્રોપર્ટી એક એવી એસેટ (સંપત્તિ) છે કે, જે તમને બેવડો નફો આપે છે. ફ્લેટ, કોમર્શિયલ દુકાન કે પ્લોટ (લીઝ પર) તમને દર મહિને રેન્ટલ ઇન્કમ (ભાડા) તરીકે એક નક્કી રકમ આપે છે. દર વર્ષે ભાડામાં 5% થી 10% નો વધારો થાય છે, જેનાથી તમારી Passive Income મોંઘવારીને સરળતાથી માત આપી દે છે.

5 / 6
રિયલ એસ્ટેટ એકમાત્ર એવું માર્કેટ છે કે, જ્યાં તમે બીજાના પૈસાથી અમીર બની શકો છો. જો તમારે ₹50 લાખના શેર કે સોનું ખરીદવું હોય, તો તમારે પૂરા ₹50 લાખ રોકડા ચૂકવવા પડશે. કોઈ પણ બેંક તમને તેના માટે સરળતાથી લોન નહીં આપે પરંતુ પ્રોપર્ટીના કિસ્સામાં તમે માત્ર 10% થી 20% (ડાઉન પેમેન્ટ) આપીને ₹50 લાખની પ્રોપર્ટીના માલિક બની શકો છો. બાકીના 80% પૈસા બેંક લગાવે છે, જેને તમે સરળ ઈએમઆઈ (EMI) અને રેન્ટલ ઇનકમ દ્વારા ચૂકવી શકો છો.

6 / 6
શેરબજારમાં રાતોરાત 10% નો ઘટાડો આવવો સામાન્ય બાબત છે, જે ઘણીવાર રોકાણકારોને માનસિક તણાવ આપે છે. બીજીબાજુ પ્રોપર્ટી એક નક્કર સંપત્તિ છે. રિયલ એસ્ટેટ માર્કેટ ક્યારેય એક દિવસમાં ક્રેશ થતું નથી. ટેક્સ બેનિફિટ્સ (કર લાભો) ની વાત કરીએ તો, હોમ લોનના વ્યાજ (સેક્શન 24) અને પ્રિન્સિપલ અમાઉન્ટ (સેક્શન 80C) પર મળતી ટેક્સ છૂટ તમારા રોકાણનો ખર્ચ ઘણો ઓછો કરી દે છે. આ ઉપરાંત, લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ને ફરીથી રોકાણ કરીને તમે ટેક્સ બચાવી શકો છો. પ્રોપર્ટી એક એવી સંપત્તિ છે કે, જેને તમે તમારી આવનારી પેઢીઓને ટ્રાન્સફર કરી શકો છો, જેનું મૂલ્ય સમયની સાથે વધી શકે છે.

Follow Us