સ્વામીનારાયણ મંદિર વડતાલ દ્વારા અયોધ્યામાં ભોજન સેવાનો કરાયો પ્રારંભ- જુઓ Photos

|

Feb 18, 2024 | 9:30 PM

ખેડાના સુપ્રસિદ્ધ વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા અયોધ્યામાં આવતા ભાવિકો માટે ખાસ ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 15 માર્ચ સુધી વડતાલ મંદિર દ્વારા અયોધ્યામાં ભાવિકોને નિ:શુલ્ક ભોજન પીરસવામાં આવશે.

1 / 6
વડતાલ સ્વામીનારાયણ મંદિર અને સત્તાધાર આપા ગીગા આશ્રમ દ્વારા અયોધ્યામાં ભોજન સેવાનો પ્રારંભ કરાયો છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ભોજન સેવા 15 માર્ચ સુધી શરૂ રહેશે.

2 / 6
અયોધ્યામાં આવતા ભાવિકોને વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન આપવામાં આવી રહ્યુ છે.  દરરોજ  હજારો ભક્તો સવાર, બપોર અને સાંજે ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે.

3 / 6
દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ. સંત સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીના હસ્તે ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

4 / 6
વડતાલ મંદિરે ભોજન પ્રસાદી માટે દોઢ મહિના પહેલાથી જ વિશેષ આયોજન કર્યું હતું, સતત 30 દિવસ સુધી 25 લાખથી વધુ ભક્તો નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લેશે તેવુ અનુમાન છે.

5 / 6
ગુજરાતમાં સેવા માટે પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કૌશલ્ય અયોધ્યાના ભંડારામાં દેખાય છે.  સંપ્રદાયના સ્વામી પ્રેમસ્વરૂપદાસજી 100થી વધુ સેવકોની ટીમ સાથે વડતાલ વતી રામ સેવકોની સેવામાં રોકાયેલા છે.

6 / 6
ગુજરાતની જાણીતી સંસ્થા આપા ગીગા આશ્રમ સતાધારના મહંત વિજયબાપુની સેવાને બિરદાવવામાં આવી રહી છે.  સતાધાર આશ્રમ દ્વારા 5મી માર્ચથી 15મી માર્ચ સુધી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવનાર છે.

Next Photo Gallery