
હવે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો. ત્યારબાદ તેમાં રાઈ ઉમેરી રાઈના દાણા તતડે ત્યારે તેમાં જીરું, વરિયાળી અને આદું ઉમેરી સાંતળી લો.

ત્યારબાદ તેમાં સફરજનના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ગોળ, પીસેલા કાળા મરીનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

આ સફરજનને 15 મિનિટ ચઢવવા દો. સફરજનમાંથી ગોળ ગળી જાય એટલે વિનેગર ઉમેરી ગેસ બંધ કરી લો. હવે કાચની બરણીમાં તમે આ ચટણીને ભરીને સ્ટોર કરી શકો છો. તેમજ આ મિશ્રણને પીસી પણ શકો છો.