
એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડવા દો, પછી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, હળદર પાઉડર અને ધાણા પાઉડર મિક્સ કરો. આ પછી તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો.

ગ્રેવીમાંથી તેલ છુટુ પડી જાય એટલે તેમાં કાજુની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ફરી આ ગ્રેવીમાંથી તેલ છુટુ પડે એટલે થોડુ પાણી ઉમેરી તેને ઉકળવા દો. હવે તેમાં શાહી પનીરનો મસાલો ઉમેરો.

ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરો. હવે આ શાકને ઢાંકીને 6-7 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ થોડોક ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી હવે થોડી ક્રીમ ઉપર નાખી સર્વ કરી શકો છો.