
વરસાદને જોતા કુલ્લુમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની સ્થિતને જોતા જિલ્લા પ્રશાસને પણ જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને વરસાદ બંધ થતાં જ રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કરવા સૂચના આપી છે.

કુલ્લુના ડીસી તોરુલ એસ રવીશે કહ્યું કે ઘાટીમાં ખરાબ હવામાનને જોતા શુક્રવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. ખીણમાં હવામાન સાફ થતાં જ તમામ રસ્તાઓ પુનઃસ્થાપિત થઈ જશે. આ ઉપરાંત વિભાગના અધિકારીઓને વિજ વ્યવસ્થાને ઠીક કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

કુલ્લુ મ્યુનિસિપલ કાઉન્સિલના કાર્યકારી અધિકારી અનુભવ શર્માએ કહ્યું કે, અમને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની માહિતી મળી છે. અખાડા વિસ્તારમાં અવરોધ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સુલતાનપુર પેલેસ તરફ જતો રસ્તો પણ બંધ છે.