
નવા વર્ષના પહેલા દિવસે, રેલવ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે આ મેગા પ્રોજેક્ટનું પરીક્ષણ અને નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને ખૂબ જ ટૂંક સમયમાં મુસાફરો તેનો લાભ મેળવી શકશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ ટ્રેનને લીલી ઝંડી આપશે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન ગુવાહાટી અને કોલકાતા (હાવડા) વચ્ચે દોડશે.

આ માર્ગ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે દેશના મુખ્ય શહેરો સાથે ઉત્તર-પૂર્વ ભારતને ઝડપી, સલામત અને આરામદાયક કનેક્ટિવિટી પ્રદાન કરશે.

રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે ગુવાહાટી-કોલકાતા રૂટ પર ફ્લાઇટ ભાડું સામાન્ય રીતે ₹6,000 થી ₹8,000 સુધીનું હોય છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસનું ભાડું અનેક ગણું સસ્તું હશે.
Published On - 5:22 pm, Thu, 1 January 26