
UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ 1.5 કરોડ યાત્રિકોએ ઓછી કિંમત પર હવાઈ મુસાફરીનો લાભ લીધો છે. આ યોજના હેઠળ 88 એરપોર્ટ જોડાયેલા છે અને 619 હવાઈ માર્ગો કાર્યરત છે.

આગામી 10 વર્ષમાં આ યોજના દ્વારા 4 કરોડ મુસાફરોને કનેક્ટિવિટીનો લાભ મળશે. બિહારમાં ગ્રીન ફીલ્ડ એરપોર્ટવિકસાવવામાં આવશે.પટના એરપોર્ટની ક્ષમતા વધારવામાં આવશે અને બિથા ખાતે બ્રાઉનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે.