કાશ પટેલના પરિવારમાં કોણ કોણ છે? કશ્યપ પ્રમોદ પટેલ ઉર્ફે કાશ પટેલનો જન્મ 25 ફેબ્રુઆરી 1980ના રોજ ગાર્ડન સિટી ન્યુ યોર્કમાં થયો હતો. તેમના માતાપિતા, રમન ભાઈ (કાશ પટેલ પિતા) અને અંજના પટેલ (કાશ પટેલ માતા), મૂળ ભારતના ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના ભાદરણ ગામના વતની છે.
કાશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. કાશ પટેલનો પરિવાર મૂળ વડોદરાનો છે. કાશ પટેલના માતા-પિતા યુગાન્ડામાં રહેતા હતા. કાશ પટેલના માતા-પિતા 1970ના દાયકામાં અમેરિકા આવ્યા અને ત્યાં સ્થાયી થયા. કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના માનવામાં આવે છે.
કાશ પટેલના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ
ભારતીય મૂળના અમેરિકન કાશ પટેલને યુએસ સેનેટ દ્વારા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અમેરિકાની મુખ્ય કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરનારા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે.તો આજે આપણે કાશ પટેલના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
કાશ પટેલનો જન્મ ન્યુ યોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. તેમણે પેસ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. 9 વર્ષ સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કર્યા પછી, તેઓ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં જોડાયા.
2017માં, તેઓ ગુપ્તચર બાબતો પર ગૃહ સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા. કાશ પટેલ રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને ટ્રમ્પના ખૂબ નજીકના માનવામાં આવે છે.
તેમના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોફાઇલ મુજબ, કાશ પટેલે કાયદાની ડિગ્રી મેળવવા માટે ન્યૂ યોર્ક પાછા ફરતા પહેલા રિચમંડ યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, તેમજ યુ.કે.માંથી કાયદાની ડિગ્રી પણ મેળવી હતી
તેમની કારકિર્દી દરમિયાન, તેમણે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા, ન્યાયનું રક્ષણ કરવા અને અમેરિકન લોકોનું રક્ષણ કરવા માટે કામ કર્યું છે. કાશ પટેલ ન્યુ યોર્કમાં ગુજરાતી માતાપિતાને ત્યાં જન્મ થયો અને પૂર્વ આફ્રિકામાં મોટા થયા છે.
કાશ પટેલ આઈસ હોકી રમે છે અને આ રમતનો ચાહક છે. કાશ પટેલે ભગવદ ગીતા પર હાથ રાખીને યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડિરેક્ટર તરીકે શપથ લીધા છે.
શપથ ગ્રહણ સમયે, કાશ પટેલની બાજુમાં એક મહિલા ઉભી હતી, આ બીજું કોઈ નહી પરંતુ એલેક્સિસ વિલ્કિન્સ છે, જે FBI ડિરેક્ટરની ગર્લફ્રેન્ડ છે.
એલેક્સિસ વિલ્કિન્સ એક ફેમસ ગાયક, લેખક અને વિવેચક છે. તે રિપબ્લિકન પ્રતિનિધિ અબ્રાહમ હમાડે માટે પ્રેસ સેક્રેટરી તરીકે પણ સેવા આપે છે. તે 'પ્રેગરયુ' માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે એક પ્લેટફોર્મ છે જે અમેરિકન મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.એલેક્સિસ વિલ્કિન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રમ્બલ પર 'બીટવીન ધ હેડલાઇન્સ' નામનો પોડકાસ્ટ પણ હોસ્ટ કરે છે.