
પરંપરાગત નાકની નથ : પરંપરાગત નોઝ રિંગ મહારાષ્ટ્રીયન લુક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નાકમાં નથ પહેરવાની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. નોઝ રીંગ વગર મહિલાઓનો મેકઅપ અધૂરો રહે છે. તેથી આ લુક માટે નોઝ રિંગને બિલકુલ અવગણશો નહીં.

ફૂલોનો ગજરો : નૌવારી સાડીમાં ખુલ્લા વાળ સારા નથી લાગતા. તેથી જો તમે મરાઠી લુક કેરી કરવા માંગો છો, તો તમારા વાળ બાંધો અને તેમાં ફૂલ ગજરા લગાવો, આ તમારી સુંદરતામાં વધારો કરશે અને તમે એકદમ મરાઠી દેખાશો.

ચંદ્ર બિંદી : મહારાષ્ટ્રમાં મહિલાઓ દરરોજ કપાળ પર ચંદ્ર બિંદી કરે છે. તે મરાઠી મહિલાઓનું ગૌરવ છે. જો તમે પણ ગણેશ ચતુર્થી પર મરાઠી લુક ઇચ્છતા હોવ તો તમારા કપાળ પર સામાન્ય બિંદીની જગ્યાએ ચંદ્ર બિંદી કરી શકો છો. આ તમારા દેખાવને પૂર્ણ કરશે અને ખૂબ જ સુંદર પણ લાગશે.
Published On - 12:11 pm, Fri, 6 September 24