
બાજરીના બિયારણને થોડું મીઠું નાખેલા પાણીમાં પલાળી રાખો. સારા અને ભરાવદાર બિયારણ પાણીમાં નીચે બેસી જાય છે. જ્યારે નકલી બિયારણ ઉપર તરે છે. આ રીતે ખેડૂત સારા બિયારણનની પસંદ કરી શકે છે. (Image Source | iStock)

બાજરીમાં અંગમારી રોગ જોવા મળે છે, જે મુખ્યત્વે ફૂગ અથવા બેક્ટેરિયાના કારણે થતો ગંભીર અને નુકસાનકારક રોગ છે. આ રોગથી બચવા માટે વાવણી પહેલાં દર 1 કિલો બિયારણમાં 3 ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર અથવા સ્યુડોમોનાસ પાવડર સારી રીતે મિશ્રિત કરો. જો પાકમાં રોગના પ્રારંભિક લક્ષણો જોવા મળે, તો ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનાસનું દ્રાવણ તૈયાર કરીને તેનો છંટકાવ કરો. (Image Source | iStock)

બાજરીની ખેતીમાં આંતરપાક અપનાવવાથી બાજરીનો પાક સુરક્ષિત રહે છે. સાથે જમીનની ક્ષમતા પણ જળવાય છે. જીવાત અને રોગનું દબાણ ઘટે છે અને ખેડૂતોને વધારાની આવક પણ મળે છે. (Image Source | iStock)

બાજરી સાથે જીરું ઉગાડી શકાય છે. જીરું ઉગાડવાની પદ્ધતિ ખૂબ લાભદાયી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ જોવા મળે છે. (Image Source | iStock)

બાજરી વાવેલી જમીનમાં જીરું વાવવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. જમીનની રચના અને પોષક તત્ત્વો બાજરી બાદ જીરાને વધુ અનુકૂળ બનાવે છે. આ પદ્ધતિથી ખેડૂતોને એક જ જમીનમાંથી વધુ આવક મળી શકે છે. (Image Source | iStock)

યોગ્ય બિયારણનની પસંદગી, રોગ નિયંત્રણ અને આંતરપાક જેવી પદ્ધતિઓ અપનાવીને ખેડૂત ઉત્પાદન વધારી શકે છે. આવી પદ્ધતિઓ ખર્ચ ઓછો કરે છે. સાથે પર્યાવરણ માટે પણ અનુકૂળ રહે છે. (Image Source | iStock)
Published On - 3:00 pm, Sun, 5 July 26