Farming Tips : કપાસ અને અન્ય પાકને મીલીબગથી બચાવવાની 5 કુદરતી અને અસરકારક રીતો !

મીલીબગ એક સફેદ કીટક છે. તે કપાસ અને અન્ય છોડને નબળું પાડી શકે છે. તેને દૂર કરવા માટે બોગનવેલ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. બોગનવેલ સરળતાથી ઉગી શકે એવા વનસ્પતિ છે. બોગનવેલનો ઉપયોગ મુખ્યત્વે બગીચાની સુંદરતામાં થાય છે.

| Updated on: Jun 28, 2026 | 11:32 AM
1 / 6
મીલીબગ ખૂબ જ ઝડપથી ફેલાતો જીવાત છે. ખેડૂતોએ સામાન્ય રીતે તેના નિયંત્રણ માટે કેમિકલ દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ખાસ કરીને કપાસ જેવી પાકોમાં તેનો ઉપદ્રવ ખેડૂત માટે ચિંતા ઊભી કરી શકે છે. (Image Source | iStock)

2 / 6
મીલીબગના નિયંત્રણ માટે બોગનવેલના ફૂલ અને પાનના ટુકડા સમાન પ્રમાણમાં લઈને તેને 10 લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળ્યા બાદ તૈયાર થયેલા દ્રાવણમાંથી 300 મિલી દ્રાવણ 15 લીટર પાણીના પંપમાં ભેળવી પાક પર છંટકાવ કરો. (Image Source | iStock)

3 / 6
આ દ્રાવણનો છંટકાવ કરવાથી મીલીબગનો ઉપદ્રવ ઝડપથી ઘટે છે. વધુ અસરકારક નિયંત્રણ માટે 4થી 6 દિવસના અંતરે ફરી એકવાર છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

4 / 6
જો પાકમાં મીલીબગનો ઉપદ્રવ વધુ જોવા મળે તો 10 લીટર પાણીમાં 50થી 75 મિલી તાજો લીંબુનો રસ ભેળવી છંટકાવ કરવો જોઈએ. લીંબુમાં રહેલી કુદરતી ખાટાશ જીવાતની શારીરિક પ્રક્રિયાઓને અસર કરે છે. જેના કારણે મીલીબગનું પ્રમાણ ઘટવામાં મદદ મળી શકે છે. આ એક સરળ અને અસરકારક કુદરતી પદ્ધતિ માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
મીલીબગના નિયંત્રણ માટે 10 લીટર પાણીમાં 100 ગ્રામ લીંબુનો રસ, 10 ગ્રામ ખાદ્ય ચૂનો અને 250 ગ્રામ ગોળ ભેળવી દ્રાવણ તૈયાર કરો. આ દ્રાવણને સારી રીતે મિશ્રિત કરીને પાક પર છંટકાવ કરવાથી મીલીબગનું અસરકારક નિયંત્રણ કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us