
કેટલીકવાર તે નર્વસ સિસ્ટમની સામાન્ય દુર્બળતા હોઈ શકે છે અને વધારે ગંભીર લક્ષણો હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો યોગ્ય રહે. (Credits: - Canva)

જો વારંવાર આંખ ફરકે અને તેમાં દુખાવો કે દેખાવ પર અસર થાય, તો ડૉક્ટરને જરૂર દેખાડો. નહીંતર, થોડી ઊંઘ અને આરામથી પણ તે સુધરી શકે છે. (Credits: - Canva)

સતત ઓછું સુવું, નિદ્રા ભંગ થવી એ પણ આંખ ફરકવાનું મુખ્ય કારણ હોય શકે છે. (Credits: - Canva)

ચા, કૉફી, એનર્જી ડ્રિન્ક્સ જેવી વસ્તુઓમાં રહેલા કેફિન વધુ માત્રામાં લેવાતા આંખ કે નસો વધુ સવેદનશીલ બની શકે છે. લેપટોપ અથવા મોબાઇલનો વધારે પડતાં ઉપયોગના કારણે પણ આંખ ફરકી શકે છે. (Credits: - Canva)

આ સમસ્યાના નિરાકરણ માટે આરામ કરો અને ઊંઘ પૂરતી લો, તણાવથી દૂર રહેવા માટે યોગ, પ્રાણાયામ, મેડિટેશન કરો.સ્ક્રીન ટાઈમ ઘટાડો અને આંખને આરામ આપો.કાચા ફળ-શાકભાજી, પાણીનું પ્રમાણ વધારવું ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)