
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી યમુના પારના વિસ્તારોમાં સ્વચ્છ અને પીવાને યોગ્ય પાણી ઉપલબ્ધ થઈ શકે.

આ પ્રોજેક્ટમાં સામેલ તમામ કામગીરી જેમ કે સર્વેક્ષણ, માટી તપાસ (સોઇલ ઇન્વેસ્ટિગેશન), ઈજનેરી, ડિઝાઇન, સામગ્રીની સપ્લાય, નિર્માણ, ટેસ્ટિંગ અને કમિશનિંગનો તમામ હિસ્સો EMS લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ યોજના 24 મહિનાના અંદાજિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

EMS લિમિટેડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ઓર્ડર સંપૂર્ણપણે ઘરેલુ (ડોમેસ્ટિક) છે અને તેમાં કોઈપણ સંબંધિત પાર્ટીની ભાગીદારી નથી. આગામી દિવસોમાં જો આ પ્રોજેક્ટને લઈને કોઈપણ અગત્યની માહિતી બહાર આવશે તો કંપની તે અંગે જરૂરથી જાણ કરશે.

EMS લિમિટેડ એક મલ્ટી-ડિસિપ્લિનરી EPC કંપની છે, જે પાણી અને વેસ્ટ વોટર (ગંદા પાણી)ને લઈને સંગ્રહ, શુદ્ધિકરણ અને નિકાલ જેવી સેવાઓ આપે છે.

કંપનીનું મુખ્ય મથક દિલ્હી સ્થિત છે. EMS લિમિટેડ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં 70થી વધુ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પાર કરી ચૂકી છે.

હાલ સુધીમાં EMS લિમિટેડે 500 અરબ લીટરથી વધુ ગંદા પાણીનું શુદ્ધિકરણ કર્યું છે અને 1,400 કિ.મી.થી વધુ લંબાઈની સીવેજ પાઈપલાઇન ગોઠવેલી છે.

આ પ્રોજેક્ટની જાહેરાતના દિવસે એટલે કે શુક્રવાર 20 જૂને, EMS લિમિટેડના શેર 0.4% વધ્યા હતા. કંપનીની હાલની ઓર્ડર બુક રૂ. 1,800 કરોડથી વધુ છે અને રૂ. 4000 કરોડની નવી બિડિંગ પાઇપલાઇન પર પણ કામ ચાલી રહ્યું છે.