
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની વર્ષ 2026 ની ટેસ્ટ સિરીઝ માત્ર પાકિસ્તાનના 3-0 થી કલીન સ્વીપ માટે યાદ નહીં રાખવામાં આવે. આ સિરીઝમાં 100 વર્ષથી પણ વધુ જૂનો એક અનોખો રેકોર્ડ પણ પુનરાવર્તિત થયો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં એક પણ બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી.

ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 3-0 થી જીત મેળવી હતી. જો રૂટની કપ્તાની હેઠળ રમાયેલી આ સિરીઝમાં ઇંગ્લેન્ડનું વર્ચસ્વ રહ્યું હતું પરંતુ બેટ્સમેનો માટે આ સિરીઝ કંઈ ખાસ રહી નહોતી. ત્રણેય ટેસ્ટમાં કોઈ પણ બેટ્સમેન સદી લગાવી શક્યો નહોતો.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડને તોડનાર જો રૂટ પણ આ સિરીઝમાં સદી ફટકારી શક્યો નહોતો. તેણે પાંચ ઇનિંગ્સમાં માત્ર બે અડધી સદી બનાવી હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની ગત સિરીઝમાં પણ રૂટના બેટમાંથી સદી નીકળી નહોતી.

બીજું કે, પાકિસ્તાનના બેટ્સમેનોનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. ટીમે 6 માંથી પાંચ ઇનિંગ્સમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નહોતું. જો કે, પાકિસ્તાનના બોલરોએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પણ મોટી ઇનિંગ્સ રમવાની તક આપી નહોતી.

ઇંગ્લેન્ડની ટીમે સિરીઝમાં પાંચ વખત બેટિંગ કરી હતી પરંતુ માત્ર એક જ વાર તેમનો કોઈ બેટ્સમેન 80 રનનો આંકડો પાર કરી શક્યો હતો. પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં હેરી બ્રુકે 91 રન બનાવ્યા હતા, જે સિરીઝમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો.

સિરીઝના સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પાકિસ્તાનના સાઉદ શકીલના નામે રહ્યો. લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં તેણે 97 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. શકીલ માત્ર ત્રણ રનથી સદી ચૂક્યો હતો. જો કે, તેની આ ઇનિંગ્સે એક ખાસ રેકોર્ડ જરૂર બનાવી દીધો. તે લોર્ડ્સમાં ટેસ્ટ મેચની ચોથી ઇનિંગ્સમાં કોઈ પાકિસ્તાની બેટ્સમેન દ્વારા કરાયેલો સૌથી મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યો.

પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ કેપ્ટન શાન મસૂદે બર્મિંગહામમાં રમાયેલી ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 95 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બ્રુકના 91 રન સિવાય કોઈ બેટ્સમેન સિરીઝમાં સદીની નજીક પહોંચી શક્યો નહોતો. ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં એક પણ સદી ન લાગવી એ કોઈ સામાન્ય વાત નથી.

વર્ષ 2026 ની ઇંગ્લેન્ડ-પાકિસ્તાન સિરીઝ ક્રિકેટ ઇતિહાસમાં આ સિદ્ધિ હાંસલ કરનારી ફક્ત આઠમી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ બની. ઇંગ્લેન્ડમાં આ પહેલાની સિદ્ધિ વર્ષ 1888 ની એશિઝ સિરીઝ હતી.

આ સિરીઝે પાકિસ્તાન માટે વધુ એક શરમજનક રેકોર્ડ સ્થાપિત કરી દીધો. પાકિસ્તાનને ઇંગ્લેન્ડમાં 72 વર્ષ પછી ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાને પહેલીવાર વર્ષ 1954 માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો પરંતુ તે પછી ક્યારેય તેને ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ સિરીઝની તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો નહોતો.