Home Decor Tips: પરફ્યુમની ખાલી બોટલોનો જમા થઈ ગયો છે ઢગલો ? ફેંકવાને બદલે અજમાવો આ 4 ક્રિએટિવ રીતો

કેટલાક લોકોને પરફ્યુમ લગાવવાનો ખૂબ શોખ હોય છે અને તેના કારણે ઘરમાં ખાલી બોટલોનો ઢગલો થઈ જાય છે. અહીં તેને ફરી વાપરવાની કેટલીક ક્રિએટિવ રીતો આપી છે, જેમાંથી તમે પણ આઇડિયા લઈ શકો છો.

| Updated on: Aug 24, 2026 | 8:11 PM
1 / 6
પરફ્યુમની ખાલી બોટલો ફેંકતા પહેલાં એકવાર વિચારવું જરૂરી છે, કારણ કે મોટાભાગની પરફ્યુમ બોટલો કાચની હોય છે અને તેની ડિઝાઇન પણ અલગ-અલગ અને આકર્ષક હોય છે. આ જ કારણે તેનો ઉપયોગ ઘણી નવી રીતે કરી શકાય છે. જો તમને પણ અલગ-અલગ બ્રાન્ડના પરફ્યુમ વાપરવાનો શોખ છે અને ઘરમાં ઘણી બધી કાચની બોટલો જમા થઈ ગઈ છે, તો જાણી લો તેનો કઈ રીતે ઉપયોગ કરવો.

2 / 6
પરફ્યુમની બોટલો ફેંકી દેવા કે કબાટમાં ઢગલો કરીને મૂકી રાખવા કરતાં તેનો ક્રિએટિવ રીતે ઉપયોગ કરવો સારો રહેશે. આ માટે માત્ર બોટલોને ખાલી કરી સારી રીતે સાફ કરી લો. જે બોટલોનો સ્પ્રે નોઝલ સરળતાથી અલગ થતો હોય તેને તોડવો નહીં, કારણ કે તે ભાગ પણ આગળ કામ આવશે.

3 / 6
કેન્ડલ હોલ્ડર બનાવો અથવા ડેકોરેશન કરો: તમે આ ખાલી પરફ્યુમ બોટલોમાંથી કેન્ડલ હોલ્ડર (મીણબત્તી સ્ટેન્ડ) પણ બનાવી શકો છો. જો બોટલનો ઉપરનો ભાગ થોડો પહોળો અને જાર જેવો હોય તો કેન્ડલ હોલ્ડર બનાવવા માટે તે બેસ્ટ છે. આ સિવાય તમે ડેકોરેશન માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. એવી નાની લાઇટ્સ (ફેરી લાઇટ્સ) વાપરો જે ગરમ ન થતી હોય. બોટલની અંદર આ લાઇટ્સ મૂકીને સ્વિચ ઓન કરો અને રૂમને ડેકોરેટ કરો.

4 / 6
નાના ફ્લાવર વાઝ (Flower Vase) બનાવો: તમે કાચની આ નાની-મોટી બોટલોમાંથી ફ્લાવર વાઝ બનાવી શકો છો. આ બોટલો પારદર્શક (ટ્રાન્સપરન્ટ) હોવા ઉપરાંત પિંક કે લેમન ગ્રીન જેવા સુંદર રંગોમાં આવે છે, જેથી ખૂબ જ આકર્ષક લાગે છે. આ માટે બજારમાંથી નાના આર્ટિફિશિયલ ફૂલો લાવીને તેમાં ગોઠવી દો. હવે તમે રૂમની દીવાલ પર અથવા ટેબલ પર આ બોટલો સજાવી શકો છો.

5 / 6
રૂમ ફ્રેશનરમાં કન્વર્ટ કરો: જો પરફ્યુમ બોટલનો સ્પ્રે પંપ યોગ્ય રીતે કામ કરતો હોય, તો તમે તેનો ઉપયોગ નેચરલ રૂમ સ્પ્રે બનાવવા માટે કરી શકો છો. આ માટે બોટલમાં ડિસ્ટિલ્ડ વોટર (Distilled Water) ભરો. તેમાં તમારી પસંદનું કોઈ પણ એસેન્શિયલ ઓઇલ (જેમ કે લવંડર) ના થોડાં ટીપાં ઉમેરો. ત્યારબાદ તેમાં થોડું રબિંગ આલ્કોહોલ મિક્સ કરો. બોટલ બંધ કરીને સારી રીતે હલાવો અને ઘરમાં રૂમ સ્પ્રે તરીકે છાંટો.

6 / 6
મોટી બોટલોનો કરો આવો ઉપયોગ: જો તમારી પાસે પરફ્યુમની થોડી મોટી બોટલ હોય તો તેને ખાલી કરીને સરખી રીતે ધોઈ લો. હવે તેમાં સાદું પાણી ભરીને પાણીમાં ઉગી શકે તેવા વેલા વાળા છોડ (ઇન્ડોર પ્લાન્ટ્સ) લગાવી દો. જેમ કે મની પ્લાન્ટ, સ્પાઇડર પ્લાન્ટ, લકી બામ્બૂ, કોલિયસ કે સિંગોનિયમ આ બોટલોમાં ખૂબ સરસ રીતે વિકાસ પામે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.