
Education Budget 2025 : 5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટો વધશે - નાણામંત્રીએ જાહેરાત કરી કે આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 બેઠકો ઉમેરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. હાલમાં દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS બેઠકો છે. જેમાં પ્રવેશ માટે દર વર્ષે NEET UG પરીક્ષા લેવામાં આવે છે.

Budget 2025 : 5 નેશનલ સ્કીલ સેન્ટર ખુલશે : નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી કે વૈશ્વિક કુશળતા ધરાવતા કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. યુવા મનમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે, આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત કરવામાં આવશે.

Nirmala Sitharaman : બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વિકસિત ભારતમાં ગરીબી દૂર થશે, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળ હશે.