
કુકરમાં સાત ધાન કરતા વધારે પાણી મુકી તેને ઉકળવા દો. પાણી ઉકળી જાય ત્યારે તેમાં 7 ધાન અને વટાણા, તુવેર અને લીલા ચણા ઉમેરો. આ સાથે જ સ્વાદ અનુસાર મીઠું અને ઘી ઉમેરી બાફી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. તેમાં રાઈ, જીરું અને હીંગનો વઘાર કરો.

ત્યારબાદ તેમાં સુકા લાલ મરચાં, તજ, લવિંગ ઉમેરી તેમાં મીઠા લીમડાના પાન અને કાપેલા ટામેટા ઉમેરો.ટામેટા પાકી જાય ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલમરચું સહિતની વસ્તુઓ ઉમેરો.હવે બાફેલા સાત ધાનમાં વઘાર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તમે આ ખીચડો દહીં સાથે ખાઈ શકો છો.
Published On - 9:47 am, Fri, 10 January 25