
23 ફેબ્રુઆરીના રોજ શેબજાર બંધ થયું ત્યારે DRC સિસ્ટમ્સ લિમિટેડના શેરના ભાવ 67 રૂપિયા હતા. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં અંદાજે 112 ટકાનો વધારો થયો છે. 6 મહિનામાં શેરે રોકાણકારોને 68 ટકાનો નફો કરાવ્યો છે. જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો DRC સિસ્ટમ્સના શેરમાં 16 ટકાનો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઊંચું સ્તર 71.15 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું સ્તર 27.66 રૂપિયા છે.

DRC સિસ્ટમ્સ પ્રમોટર્સ હોલ્ડિંગ 22.4 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 76.9 ટકા છે. કંપનીમાં કુલ 10,949 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 291 કરોડ રૂપિયા છે, જ્યારે કોઈ દેવું નથી. કંપનીનો ટેક્સ બાદનો નફો 8.88 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)