
ટ્રમ્પ અમેરિકાના સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ છે. ચૂંટણી સમયે તેમની ઉંમર 70 વર્ષની હતી. તેઓ પહેલા રાષ્ટ્રપતિ હતા જેમની પાસે કોઈ પોલિટિકલ બ્રેકગ્રાઉન્ડ ન હતુ.

ડોનાલ્ડ ટ્રમ્પની માતાનું નામ મેરી અને પિતાનું નામ ફ્રેડરિક ટ્રમ્પ હતું. તેમની માતાનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો અને પિતાનો જન્મ ન્યૂ યોર્કમાં થયો હતો. મેરી અને ફ્રેડરિકને પાંચ બાળકો હતા. તેમાંથી એક ટ્રમ્પ છે, જે ચોથા નંબરે છે. ટ્રમ્પને બે ભાઈઓ અને બે બહેનો છે,

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રાજકીય કારકિર્દીની સાથે સાથે પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. 78 વર્ષીય ટ્રમ્પના ચાર ભાઈ-બહેન હતા અને તેમણે પણ ત્રણ લગ્ન કર્યા છે અને તેમને પાંચ બાળકો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વાર લગ્ન કર્યા છે, જેનાથી તેમને પાંચ બાળકો છે. આ પાંચ બાળકોના નામ ડોનાલ્ડ જોન ટ્રમ્પ જુનિયર, ઇવાન્કા ટ્રમ્પ, એરિક ફ્રેડરિક ટ્રમ્પ, ટિફની એરિયાના ટ્રમ્પ અને બેરોન વિલિયમ ટ્રમ્પ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા લગ્ન 1977માં મોડેલ ઇવાના સાથે કર્યા હતા. ઇવાનાથી તેમના ત્રણ બાળકો છે, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, ઇવાન્કા ટ્રમ્પ અને એરિક. તેમણે1977માં લગ્ન કર્યા અને 1992માં છૂટાછેડા લીધા.

ઇવાનાથી છૂટાછેડા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે 1963માં અમેરિકન અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે બીજા લગ્ન કર્યા. ડોનાલ્ડ અને 55 વર્ષીય માર્લાને 23 વર્ષની પુત્રી ટિફની છે. ડોનાલ્ડ અને માર્લાના 1999માં છૂટાછેડા થયા.

ડોનાલ્ડ ટ્રમ્પે 2005માં મેલાનિયા સાથે લગ્ન કર્યા, જે હાલમાં તેની પત્ની છે. સ્લોવેનિયામાં જન્મેલી, 49 વર્ષીય મેલાનિયા ભૂતપૂર્વ મોડેલ છે. ડોનાલ્ડ અને મેલાનિયાને 13 વર્ષનો પુત્ર બેરોન છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. તે એક સફળ અમેરિકન ઉદ્યોગપતિ પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 4 જૂન, 1946 ના રોજ ન્યૂ યોર્કના ક્વીન્સમાં થયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના પિતા રિયલ એસ્ટેટના વેપારી હતા. 13 વર્ષની ઉંમરે, ટ્રમ્પ મિલિટ્રી સ્કૂલમાં અભ્યાસ કરવા ગયા. બાદમાં 1964માં, તેમણે લશ્કરી એકેડેમીમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

70ના દશકમાં જ ટ્રમ્પે ખોટ કરતી કોમોડોર હોટેલ 7 કરોડ ડોલરમાં ખરીદી હતી અને 1980માં તેમણે ધ ગ્રાન્ડ હયાત નામથી આ હોટેલ શરૂ કરી હતી. 1982માં, ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્કમાં ટ્રમ્પ ટાવર બનાવ્યો, જે ન્યૂ યોર્કની પ્રખ્યાત ઇમારતોમાંની એક છે.

1999માં ટ્રમ્પે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમણે રિફોર્મ પાર્ટીની રચના કરી હતી. જોકે, તે સમયે તેઓ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી શક્યા ન હતા.

બાદમાં, તેમના તમામ વિવાદો છતાં, 19 જુલાઈ, 2016ના રોજ, ટ્રમ્પને અમેરિકાની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ પ્રસંગે ઘણા વિશ્વ નેતાઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા.
Published On - 7:25 am, Sun, 13 April 25