
ગુજરાતમાં કૂતરાઓના હુમલાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને તેમાંથી ઘણા કિસ્સા અત્યંત ગંભીર પણ જોવા મળ્યા છે, જેમાં નાના બાળકોથી લઈને પુખ્ત વયના લોકો ભોગ બન્યા છે; કૂતરાઓનો આ આતંક માત્ર દિલ્હી પૂરતો સીમિત નથી પરંતુ સમગ્ર ભારતમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દિલ્હી-NCR હોય કે દેશનું અન્ય કોઈ પણ શહેર કે નાનું નગર, કૂતરાઓના હુમલાની અવારનવાર અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આ પ્રકારના હુમલાઓમાં ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે.

શેરીના રખડતા કૂતરાઓથી લઈને પાળેલા શ્વાન પણ લોકોને નિશાન બનાવી રહ્યા છે. ગાર્ડન હોય, સોસાયટીની લિફ્ટ હોય કે રસ્તો, ઘણી જગ્યાએ કૂતરાઓએ લોકો પર હુમલો કરી કરડવાના કિસ્સા બન્યા છે.

કૂતરાઓના આવા અચાનક હુમલાથી બચવા માટે બજારમાં એક ખાસ ગેજેટ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો. આ ડિવાઇસનું નામ સેલ્ફ ડિફેન્સ ઇલેક્ટ્રિક શોક સેફ્ટી ટૂલ (Self Defence Electric Shock Safety Tool) છે. તેને સામાન્ય રીતે ઇલેક્ટ્રિક શોક ગન તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેવી રીતે કામ કરે છે આ ગેજેટ? આ ઇલેક્ટ્રિક શોક ગનના આગળના ભાગમાં વીજળીનો હળવો કરંટ (ઝટકો) આપવા માટે ખાસ મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ કૂતરો હુમલો કરવા આવે, ત્યારે આ ટૂલ દ્વારા તેને કરંટનો ઝટકો લાગે છે, જેથી તે ડરીને તાત્કાલિક દૂર ભાગી જાય છે.

ઉપયોગમાં સરળ અને પોર્ટેબલ: આ ઇલેક્ટ્રિક શોક ગનનો ઉપયોગ તમે પાર્કમાં વોકિંગ કરતી વખતે, લિફ્ટમાં અથવા રસ્તા પર પગપાળા જતી વખતે સરળતાથી કરી શકો છો. તેને ઓપરેટ કરવું ખૂબ જ સરળ છે, કારણ કે તેમાં ચાલુ-બંધ કરવા માટે સરળ બટનો આપેલા હોય છે.

કિંમત અને ઉપલબ્ધતા: આ ઇલેક્ટ્રિક શોક ગનની શરૂઆતી કિંમત માત્ર ₹999 છે. તે એમેઝોન ઇન્ડિયા (Amazon India), ફ્લિપકાર્ટ (Flipkart) સહિતના જાણીતા ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ છે.

ફ્લેશ લાઇટની પણ સુવિધા:આ ઇલેક્ટ્રિક શોક ગનમાં તેજ ફ્લેશ લાઇટ (ટોર્ચ) નો વિકલ્પ પણ મળે છે. આ કારણે તેનો ઉપયોગ રાત્રે અંધારામાં પણ ખૂબ સરળતાથી કરી શકાય છે. રાત્રિના સમયે ચાલતી વખતે તમે રખડતા શ્વાન સામે પોતાનું રક્ષણ કરી શકો છો.