
નારિયેળ પાણી શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે અને પેશાબને પાતળું કરે છે, જે કિડનીમાં પથરીની શક્યતા ઘટાડે છે. તે કેલ્શિયમ, ઓક્સાલેટ અને અન્ય ખનિજોને સંતુલિત કરે છે, જે પથરીના નિર્માણનું કારણ છે. આવી સ્થિતિમાં કિડનીમાં પથરીના જોખમવાળા લોકો માટે નારિયેળ પાણી પીવું ફાયદાકારક છે.

નારિયેળ પાણીમાં હાજર ફાઇબર પાચનતંત્રમાં સુધારો કરે છે. કબજિયાત અને અપચોની સમસ્યાને દૂર કરે છે. તે પેટની બળતરા પણ ઘટાડે છે અને આંતરડાને સાફ કરે છે. તે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. નારિયેળ પાણી આંતરડામાં સારા બેક્ટેરિયા વધારીને પાચનને ઝડપી બનાવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)