શું તમે જાણો છો કે ભારતીયો 24 કલાકમાં કેટલા કિલોગ્રામ ખાંડ ખાઈ જાય છે ?

ભારતને વિશ્વની 'ખાંડની રાજધાની' કહેવામાં આવે તો તે ખોટું નહીં હોય. ભારતમાં વાર હોય કે તહેવારની ઉજવણી હોય, સવારની ચા હોય કે પછી ભોજન બાદ કંઈક મીઠુ ખાવાની આદત હોય છે. જેના કારણે ખાંડ આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખા દેશમાં એક દિવસમાં એટલે કે માત્ર 24 કલાકમાં ખાંડનો કેટલો વપરાશ થાય છે ?

| Updated on: Aug 25, 2026 | 6:41 PM
1 / 6
આંકડાઓ અને અહેવાલો અનુસાર, ભારત વાર્ષિક 28 મિલિયન મેટ્રિક ટનથી વધુ ખાંડનો વપરાશ કરે છે. આ આંકડાને આપણે 24 કલાકના હિસાબે ભાગાકાર કરીએ તો, ભારતીયો દરરોજ આશરે 75 થી 80 મિલિયન કિલોગ્રામ (75,000 થી 80,000 મેટ્રિક ટન) ખાંડનો વપરાશ કરે છે. આનો અર્થ એ થયો કે, સરેરાશ, દરેક નાગરિક દરરોજ લગભગ 50 થી 60 ગ્રામ ખાંડનો ઉપયોગ કરે છે.

2 / 6
આ ખાંડનો વપરાશ કાં તો સીધી કે આડકતરી રીતે કરતા હોય છે.  'ડાયરેક્ટ' ખાંડનો અર્થ એ કે, ચા, દૂધ અથવા ઘરે બનાવેલી મીઠાઈઓ દ્વારા થાય છે, જ્યારે 'પરોક્ષ' ખાંડનો ઉપયોગ, ઠંડા પીણાં, પેકેજ્ડ જ્યુસ, બિસ્કિટ, કેક, પેકેજ્ડ નાસ્તા અને ચટણીઓ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે.

3 / 6
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની ભલામણો અનુસાર, એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દરરોજ 25 ગ્રામ (આશરે 5 થી 6 ચમચી) થી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ. જોકે, ભારતીય આહારની આદતોને કારણે, આપણે ભલામણ કરેલ મર્યાદા કરતાં લગભગ બમણું સેવન કરી રહ્યા છીએ.

4 / 6
શહેરી વિસ્તારોમાં પ્રોસેસ્ડ અને જંક ફૂડ ખાવાનું વધતું વલણ ખાંડના સેવનને વધુ વેગ આપી રહ્યું છે, કારણ કે લોકો અજાણતાં પેકેજ્ડ ઉત્પાદનો દ્વારા મોટી માત્રામાં ખાંડનું આડકતરી રીતે સેવન કરે છે.

5 / 6
ખાંડનો આ વધુ પડતો વપરાશ દેશના સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બની રહ્યો છે. આ જ કારણસર ભારતને 'ડાયાબિટીસ કેપિટલ' તરીકે ઓળખવામાં આવે છે.

6 / 6
વધુ પડતી ખાંડનું સેવન માત્ર ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ જ નહીં, પણ સ્થૂળતા, ફેટી લીવર, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને દાંતનો સડો જેવી અનેક ગંભીર સ્થિતિઓનું મુખ્ય કારણ પણ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.