
જો પત્ની તેના પતિ દ્વારા આપવામાં આવેલા રૂપિયા રોકાણ કરે છે અને તેમાંથી આવક થાય છે, તો તેણે આ આવક પર ટેક્સ ચૂકવવો પડશે. પત્નીએ આ આવક તેના આવકવેરા રિટર્ન (ITR) માં બતાવવી પડશે. જો તે "Clubbing of Income" હેઠળ પતિની આવકમાં ઉમેરવામાં આવે છે, તો જવાબદારી વધી શકે છે.

જો પત્નીને આપવામાં આવેલા રૂપિયા ભાડાની મિલકત ખરીદવા માટે વપરાય છે અને તે માસિક ભાડું પણ મેળવે છે, તો આ ભાડું પત્નીની આવક ગણવામાં આવશે તેમજ તેના પર ટેક્સ ચૂકવવાપાત્ર રહેશે. જો આવકવેરા વિભાગને લાગે કે, પતિએ તેની પત્નીને આપેલા રૂપિયાનો ઉપયોગ ટેક્સ બચાવવા માટે કર્યો છે અથવા આ રૂપિયામાંથી મળેલી આવક જાહેર કરવામાં આવી નથી, તો વિભાગ નોટિસ મોકલી શકે છે.

જો કોઈ વ્યક્તિ ₹20,000 થી વધુ રોકડ વ્યવહાર કરે છે અને પતિ-પત્નીના સંબંધમાં નથી, તો ટેક્સ વિભાગ સમાન રકમનો દંડ વસૂલ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરશે તો તેને કલમ 271D હેઠળ દંડ કરવામાં આવશે. ધ્યાન રાખો કે, પતિ-પત્ની, માતા-પિતા અને બાળકો, ભાઈ-બહેન વગેરે વચ્ચેના રોકડ વ્યવહારો પર કોઈ દંડ લાદવામાં આવતો નથી.