
નાના-નાની અને દાદા-દાદીની વાર્તાઓ ધીમે ધીમે દુર થઈ રહી છે, પરંતુ દિવાળી પર, તમે તમારા બાળકોને દિવાળી સંબંધિત વાર્તાઓ કહી શકો છો, જે તેમને વ્યસ્ત રાખશે અને તહેવાર પાછળનું વાસ્તવિક કારણ સમજવામાં મદદ કરશે. ઉપરાંત, સામાન્ય વાતચીતમાં, સમજાવો કે ફટાકડા કેવી રીતે ફોડવાથી પ્રદૂષણ વધે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

તેમજ દિવાળી પર કોઈને મિઠાઈ આપવી હોય કે પછી ગિફટ આપવાની હોય તો આમાં બાળકોને સામેલ કરો.ઉદાહરણ તરીકે, ભાઈઓ અને બહેનો એકબીજા સાથે ભેટોની આપ-લે કરે. આનાથી આ દિવસ તેમના માટે યાદગાર બનશે, અને તેઓ ભવિષ્યમાં આ પ્રેમાળ સંસ્કૃતિનું પાલન કરશે.

બાળકોને પડોશીઓ, સંબંધીઓ અને તેમના મોટા અને નાના ભાઈ-બહેનો માટે રંગબેરંગી દિવાળી શુભેચ્છા કાર્ડ બનાવનું કહો. દિવાળીના દિવસે, તેમને આ કાર્ડ્સ વડે બધાને દિવાળીની શુભકામનાઓ આપવા કહો. આનાથી તેમની સર્જનાત્મકતાનો વિકાસ થશે જ, પરંતુ સામાજિક વર્તનની ભાવના પણ વધશે.

જો તમારા બાળકો આ બધી વસ્તુઓમાં કામે લાગી જશે. તો તેઓ ફટાકડાંને ચોક્કસ ભૂલી જશે. આ સાથે તેઓ પણ સમજી જશે કે, ફટાકડાં કેટલું પ્રદુષણ કરે છે. (all photo : canva)
Published On - 12:52 pm, Wed, 15 October 25