Diya : બજાર જેવી રુની વાટ ઘરે બનાવો, ફોલો કરો આ ટિપ્સ અને સજાવો સુંદર દિવડાઓ

|

Oct 27, 2024 | 1:34 PM

Diwali 2024 : દિવાળી પર દીવા પ્રગટાવવા માટે ઘણી બધી રૂની વાટની જરૂર પડે છે. પરંતુ જો આ વાટ બજારમાંથી ખરીદવામાં આવે તો કપાસની ગુણવત્તા સારી રહેતી નથી અને તે લાંબા સમય સુધી પ્રગટતી પણ નથી. ગોળ વાટ હોય કે લાંબી વાટ હોય, દિવાળી પર બંને પ્રકારની વાટની જરૂર પડે છે.

1 / 6

2 / 6
જો તમે ઘરે કપાસની વાટ બનાવવા માંગો છો તો તમે આ સરળ ટિપ્સની મદદ લઈ શકો છો. જેથી કરીને દિવાળી પહેલા ઘણા બધા દીવા બનાવી અને તૈયાર કરી શકાય અને દીવો કરતી વખતે તેમાં માત્ર ઘી કે તેલ નાખવાની જરૂર છે.

3 / 6
ગોળ વાટ બનાવવાની ટિપ્સ : ગોળ વાટ બનાવવા માટે રુની જરૂર પડશે અને બજાર જેવી વાટ બનાવવા માટે 2 ચમચી દૂધની જરુર પડશે. હવે તમારા હાથ પર થોડું ઘી લગાવો અને કોટનના નાના બોલ્સ બનાવો. એક છેડો પકડીને તેને થોડો ખેંચો અને દૂધ વાળી આંગળી કરીને ઉપરના ભાગને ગોળ ચપટી વડે ફેરવો. જેથી રુ નો એક ભાગ ફરે અને લાંબો થઈ જાય.

4 / 6
હવે માત્ર દવાના પેકેટને કાપી લો. તેમાં રૂની વાટ મૂકો અને ઘી પણ ઉમેરો અને ફ્રીઝરમાં સ્ટોર કરો. જેથી તેઓ એક સરખી થઈ જાય અને તમારી રેડીમેડ જેવી વાટ તૈયાર થઈ જાય. જ્યારે પણ દીવા પ્રગટાવવાની જરૂર હોય, ત્યારે ફક્ત આ વાટ લો અને દીવામાં મૂકો અને તેને પ્રગટાવો.

5 / 6
લાંબી રુની વાટ બનાવવાની ટ્રિક : ઘરમાં દીવા પ્રગટાવવા માટે રૂની લાંબી વાટ પણ જરૂરી છે. આ દીવાઓ થોડી મિનિટોમાં જ બલ્કમાં બનાવી શકાય છે.

6 / 6
આના માટે તમારે માત્ર એક પાતળા લાકડાની સળીની અને સાદા પાટલાની જરૂર પડશે. લાકડાના ખરબચડા પાટલા પર થોડો કપાસ મૂકો અને તેના પર આ લાકડાની સળી મૂકો અને તેને તમારી હથેળીઓથી ગાંઠીયા વણતા હોય તેમ વણો. માત્ર કપાસ વડે એક જ વારમાં લાંબી વાટ તૈયાર થઈ જશે. આ રીતે ઘણી વાટ ઝડપથી બનાવી શકાય છે. આ વાટ વધુ બનાવીને તમે ગૃહ ઉદ્યોગ પણ ચાલુ કરી શકો છે અને ઘરે બેઠા કમાણી પણ કરી શકો છો.

Next Photo Gallery