ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર ધોલેરા સ્માર્ટ સિટી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેના કર્મચારીઓ માટે સર્વગ્રાહી જીવનશૈલીના વિકાસ માટે રહેણાંક, વ્યાપાર, મનોરંજન તથા અન્ય હેતુસર 920 ચો.કિમી. જેટલી જમીન ફાળવવામાં આવી છે. આ પ્રોજેકટના પ્રારંભિક તબક્કે 22.54 ચો.કિમી. વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વ કક્ષાના પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાલાયક પાણી, 24 કલાક અવિરત વીજ પુરવઠો, CETP, STP, ICT, નેચરલ ગેસ વગેરે જેવી યુટિલિટી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર અને સંલગ્ન આનુષંગિક સેવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની કંપનીઓની સ્થાપના થશે.