Sagar Solanki |
Jan 01, 2025 | 7:36 PM
ગુજરાત સરકાર વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ધરોઈ ડેમ માટે કામગીરી કરી છે. ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશોના પ્રવાસીઓને આ પ્રોજેક્ટ વિશ્વ કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે.
સાબરમતી નદી પર ધરોઈ ડેમ નજીક બનાવવામાં આવનાર આ બ્રિજ પ્રોજેક્ટનો મેપ અંદાજ ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની વિવિધ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રવાસનને પ્રોત્સાહન આપવા ઉત્તર ગુજરાતમાં રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવા 1100 કરોડના રોકાણ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં અહીં પુરજોશમાં વિકાસની કામગીરી ચાલી રહી છે. વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વિકસાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ વિસ્તારને પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટે એક સર્કિટ બનાવી છે, જે વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા મુખ્ય સ્થળોને 90 કિમીની ત્રિજ્યામાં જોડશે.
સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલમાં આવશે. આ પ્રોજેક્ટમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, એમ્ફીથિયેટર, રિવરેજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મણી આકર્ષણો હશે.