Dhanteras 2024 : ધનતેરસ પર સોના-ચાંદી સિવાય કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Dhanteras 2024 : ધનતેરસનો તહેવાર ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણી એવી વસ્તુઓ છે જે ખરીદીને ઘરે લાવવામાં આવે તો તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.
1 / 5
Dhanteras 2024 : વર્ષ 2024માં ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસનો તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસને ધન તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમૃતના વાસણ સાથે પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે સોનાની ખરીદી કરવામાં આવે છે.
2 / 5
ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદો : ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે.
3 / 5
ધનતેરસના તહેવાર પર સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે મીઠું ખરીદવું તેમજ આ દિવસે 5 સોપારી ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને સોપારી ચઢાવવામાં આવે છે.
4 / 5
ધનતેરસના દિવસે ધાણા ખરીદવા શુભ મનાય છે. ધાણાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે તેને ધનતેરસ પર ખરીદો. ધનતેરસના દિવસે ઘરમાં લક્ષ્મી ચરણ લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી ચરણને ઘરમાં લાવવું એ દેવી લક્ષ્મીનું આહ્વાન માનવામાં આવે છે અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણ ઘરમાં લાવવું એ આમંત્રણ સમાન છે.
5 / 5
આ દિવસે તમે દિવાળીની પૂજા માટે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદી શકો છો. ધનતેરસનો દિવસ મૂર્તિઓ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. એટલા માટે ધનતેરસ પર લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરે લાવવી શુભ હોય છે. ધનતેરસના દિવસે આ બધી વસ્તુઓ તમારા ઘરે લાવો. આ બધી વસ્તુઓ ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પૈસા અને અનાજની કોઈ કમી નથી રહેતી.