
આરતીએ મેગી અને અમૂલ જેવી મોટી બ્રાન્ડ્સ સાથે પણ કામ કરેલું છે. બોલિવૂડ જગતમાં જોઈએ તો, આરતીએ વર્ષ 2001માં રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'લજ્જા'થી ડેબ્યૂ કર્યું હતું.

આરતી છાબરિયાએ 'શાદી નંબર 1', 'હે બેબી', 'મિલેંગે મિલેંગે' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડમાં આગવી ઓળખ મેળવ્યા બાદ આરતી છાબરિયાએ સાઉથમાં પોતાનો પગ જમાવ્યો.

તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં અનુષ્કા શેટ્ટીથી લઈને પ્રભુદેવા જેવા કલાકારો સાથે પણ કામ કરેલું છે. આટલું જ નહીં, વર્ષ 2013 દરમિયાન આરતી છાબરિયાએ પંજાબી ફિલ્મોમાં પણ અભિનય ક્ષેત્રે કામ કરેલું છે.

બીજું કે, આરતી છાબરિયા રિયાલિટી શૉ 'ખતરો કે ખિલાડી 4' અને 'ઝલક દિખલા જા 6'માં પણ જોવા મળી હતી. જો કે, હવે આરતી છાબરિયા હવે ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ છે.

જણાવી દઈએ કે, આરતી છાબરિયાએ CA વિશારદ બીડેસી સાથે લગ્ન કર્યા છે. આરતી હવે 41 વર્ષની છે અને તે એક પુત્રની માતા પણ છે.
Published On - 8:00 pm, Wed, 16 April 25