
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ મુંબઈએ 3 વિકેટથી જીતી લીધી. સરફરાઝને તેની વિસ્ફોટક ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા. મુંબઈએ 217 રનના લક્ષ્યનો પીછો 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને કર્યો.

28 વર્ષીય સરફરાઝ ખાને વર્ષ 2015 માં આઈપીએલમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી, તેણે 50 મેચ રમી છે અને 585 રન બનાવ્યા છે. સરફરાઝ છેલ્લે વર્ષ 2013 માં આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. સરફરાઝ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ રમી ચૂક્યો છે. જો કે, હાલમાં તે આઈપીએલમાં પોતાને સ્થાપિત કરી શક્યો નથી. જોવાનું એ રહેશે કે, ઓક્શનના બીજા રાઉન્ડમાં શું સરફરાઝ ખાનને કોઈ ટીમ ખરીદશે કે પછી અનસોલ્ડ જ રહેશે?
Published On - 6:07 pm, Tue, 16 December 25