
પૂરતી ઊંઘ ન લેવાથી ત્વચા નિસ્તેજ દેખાઈ શકે છે. જેના કારણે આંખોની નીચેની બ્લડ વેસલ્સ વધુ સ્પષ્ટ દેખાઈ શકે છે. (Image Source | iStock)

મોબાઈલ અથવા કમ્પ્યુટર સ્ક્રીન સામે લાંબો સમય પસાર કરવાથી આંખો પર સ્ટ્રેસ આવી શકે છે. જેના કારણે આંખોની નીચેનો ભાગ વધુ થાકેલો અને ડાર્ક દેખાવા લાગે છે. (Image Source | iStock)

શરીરને પૂરતું પાણી ન મળવાથી આંખોની નીચેની ત્વચા નિસ્તેજ બને છે જેનાથી આંખના નીચે ડાર્ક સર્કલ્સ દેખાઈ શકે છે. (Image Source | iStock)

સતત તડકામાં રહેવાથી પણ ડાર્ક સર્કલ્સ દેખાઈ શકે છે. તે ઘટાડવા માટે બહાર નીકળતી વખતે સનસ્ક્રીન અને સનગ્લાસનો ઉપયોગ કરવો જરૂરી છે. જેથી UV કિરણોને કારણે પિગમેન્ટેશન વધવાનું જોખમ ઓછું થાય. (Image Source | iStock)

ડાર્ક સર્કલ્સ ઘટાડવા માટે દરરોજ પૂરતી ઊંઘ લેવી અને શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. સામાન્ય રીતે પુખ્ત વયના લોકોને 7થી 8 કલાકની ઊંઘની જરૂરિયાત હોય છે. પાણીની જરૂરિયાત વ્યક્તિ પ્રમાણે અલગ હોઈ શકે છે. (Image Source | iStock)

વિટામિન C, હાયલ્યુરોનિક એસિડ અથવા રેટિનોલ ધરાવતી આઈ-ક્રીમનો ઉપયોગ કેટલાક લોકોમાં મદદરૂપ થઈ શકે છે. જોકે આંખોની આસપાસની ત્વચા સંવેદનશીલ હોવાથી કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)