
ડૉ. કિરણ ગુપ્તાના મતે, ગોળ અને ચણાને શિયાળામાં સાથે ખાવા શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ બંને વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર છે અને શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે.

પોષણનો પાવરહાઉસ: ચણા પ્રોટીન, બી વિટામિન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નો ઉત્તમ સ્ત્રોત છે, જ્યારે ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટો છે.

આ મિશ્રણ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર હોવાથી તે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકને દિવસભર લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે અને સુસ્તી દૂર કરે છે.ગોળ અને ચણા ખાવાના 5 મોટા ફાયદા નિષ્ણાતના મતે, શિયાળા દરમિયાન આ મિશ્રણનું સેવન કરવાથી શરીરને નીચે મુજબના મુખ્ય લાભ મળે છે:

રોગપ્રતિકારક શક્તિમાં વધારો: ગોળ અને દાળિયાનું સંયોજન રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને મજબૂત બનાવે છે, જેનાથી શિયાળામાં સામાન્ય એવી શરદી અને ફ્લૂ જેવી મોસમી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

એનિમિયા દૂર કરે: ગોળ આયર્નનો ઉત્તમ સ્રોત હોવાથી તે શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખે છે. તેનું નિયમિત સેવન એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

હાડકાં અને સ્નાયુ મજબૂત: ગોળમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે, જ્યારે ચણાનું પ્રોટીન સ્નાયુઓને તાકાત આપે છે, જેનાથી નબળાઈ આવતી નથી.

પાચનતંત્ર સુધારે: ચણામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન માટે ઉત્તમ છે. ગોળ પણ પાચનમાં મદદરૂપ થાય છે, જેથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

શક્તિ અને ગરમી પ્રદાન: આ મિશ્રણ શરીરને જરૂરી ગરમી આપે છે અને શક્તિ પ્રદાન કરી શરીરને શિયાળાની ઠંડી સામે લડવા માટે તૈયાર કરે છે.