
જ્યારે તેની ગંધ હવામાં ફેલાય છે, ત્યારે તે ઘણા પ્રકારના હાનિકારક જંતુઓ અને કિટાણુને દૂર રાખી શકે છે. તેથી તેને દરવાજા પર લટકાવવાને ઘરના રક્ષણનું પ્રતીક પણ માનવામાં આવતું હતું.

સાંકેતિક ચેતવણી: દરવાજા પર લીંબુ-મરચાં લટકાવવાનો અર્થ એ પણ થાય છે કે ઘરમાં કોઈ નવું કામ શરૂ થયું છે અથવા કોઈ શુભ પ્રસંગ છે. તે ઘરમાં કાળજીપૂર્વક પ્રવેશવાની ચેતવણી પણ હોઈ શકે છે. દાદીમા માનતા હતા કે આ નેગેટિવ એનર્જીને દૂર રાખે છે.

લોક સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ: આ પરંપરા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી, વિશ્વના ઘણા ભાગોમાં આવી પ્રતીકાત્મક વસ્તુઓનો ઉપયોગ નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગ્રીસમાં "એવિલ આઈ" લટકાવવામાં આવે છે. દાદીમાઓ આ પરંપરાઓનું પાલન કરે છે. જેથી સાંસ્કૃતિક ઓળખ અને કૌટુંબિક મૂલ્યો આગામી પેઢી સુધી પહોંચાડી શકાય.