
લીમડામાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ રહેલું છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ચોમાસામાં શરદી અને વાયરલ ચેપ સામે રક્ષણ આપે છે. વરસાદી સિઝનમાં સૌથી વધુ વાયરસ સબંધિત રોગોનું પ્રમાણ વધે છે. ત્યારે આ પાનના સેવનથી બીમારીને દૂર રાખી શકાશે.

એન્ટિ-હાઇપરગ્લાયકેમિક ગુણધર્મો હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા કાર્બાઝોલ આલ્કલોઇડ્સ ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે અને ગ્લુકોઝ શોષણ ઘટાડે છે.

ડાયાબિટીસના દર્દીઓને દરરોજ સવારે 8-10 તાજા લીમડાના પાન પાણીમાં ઉકાળવાથી અથવા તેને આખી રાત પલાળીને તે પાણી પીવાથી ફાયદો થાય છે. તે ઇન્સ્યુલિન સ્તરને સંતુલિત કરે છે અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે.

આ પાનમાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ચયાપચય વધારે છે અને ચરબી વધારવામાં મદદ કરે છે. તે ભૂખને નિયંત્રિત કરે છે, જે વધુ પડતું ખાવાની આદત ઘટાડે છે. લોકોમાં વારંવાર નાસ્તો કરવાની આદત હોય છે. તેના કારણે અજાણતાં જ તેમનું વજન વધવા લાગે છે. ત્યારે આ પાનનું સેવન કરવાથી પેટમાં થતી બળતરા દૂર થશે અને ભૂખ લાગશે નહી. આમ, વજન પર નિયંત્રણ આવશે. ( All photos Credit: google and social media)