
સપોર્ટ લેવલની વાત કરીએ તો $109,000 એ પહેલો મજબૂત સપોર્ટ છે, જ્યારે $107,000– $106,000 ઝોનને ક્રિટિકલ બ્રેકડાઉન ઝોન તરીકે ગણવામાં આવે છે.

વેપાર વ્યૂહરચના વિશે જોઈએ તો વધારા પર નફો મેળવો, ઘટાડા પર ખરીદવું જોઈએ. બજારમાં હાલના તેજીના વલણને ધ્યાનમાં રાખીને, વેપારીઓને 111,000 અથવા 112,000 CE વિકલ્પો ખરીદવાની સલાહ આપવામાં આવે છે.

તેના માટે લક્ષ્યની વાત કરીએ તો $113,500 –$115,000 છે. ત્યારે સ્ટોપ લોસ $109,800 છે. જેની સમયમર્યાદા 23 મે 2025 સુધી છે.

ટેકનિકલ સૂચકાંકો અને વિકલ્પોના ડેટા બંને પરથી સ્પષ્ટ થાય છે કે બિટકોઇન હાલમાં મજબૂત તેજીમાં છે. જો બજારમાં કોઈ નકારાત્મક બાહ્ય વિકાસ ન થાય, તો BTC $114K–115K ની વચ્ચે પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, 'બાય ઓન ડિપ્સ' વ્યૂહરચના 109K–110K ની આસપાસ સૌથી અસરકારક હોઈ શકે છે.