
રિપોર્ટ મુજબ યુવરાજ સિંહ બ્રાન્ડ પ્રમોશન દ્વારા મહિને અંદાજે 1 કરોડ રુપિયાની કમાણી કરે છે.યુવરાજ સિંહ પાસે કારનું પણ શાનદાર કલેક્શન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના કાર કલેક્શનમાં BMW M5 E60, BMW X6M, Audi Q5, Lombardi Murcielago, Bentley Continental GT સામેલ છે.

યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બરના 1981ના રોજ થયો છે. ચંદીગઢનો રહેવાસી યુવરાજ સિંહે ડેબ્યુ માત્ર 19 વર્ષની વયે કર્યું હતુ. ભારત માટે 304 વનડે, 58 ટી20 ઈન્ટરનેશનલ મેચ અને 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય 132 આઈપીએલ મેચ રમી છે.