
ઇયાન બોથમ હવે એક મોટી વાઇન કંપની ચલાવે છે. તેણે 2018 માં પોતાનો વાઇન બિઝનેસ શરૂ કર્યો હતો. તેની વાઇન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં વેચાય છે.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ હવે પોન્ટિંગ વાઇન્સ નામનો વાઇન બિઝનેસ ચલાવે છે. તેની કંપનીની વાઇન માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ ભારતમાં પણ ઉપલબ્ધ છે. પોન્ટિંગ ત્રણ વખત ODI વર્લ્ડ કપ વિજેતા છે, જેમાંથી બે વખત તેણે કેપ્ટન તરીકે વર્લ્ડ કપ જીત્યા હતા.

આ યાદીમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનો પણ સમાવેશ થાય છે, જે વાઇન બિઝનેસમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. એન્ડરસને 2015 માં પોતાનું વાઇન લેબલ શરૂ કર્યું હતું. તેણે ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે ઇંગ્લેન્ડના સૌથી સફળ બોલરોમાંના એક છે. (PC: Instagram)