
આ નિર્ણય ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવામાં આવ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે BCCI હવે જયસ્વાલને ODI ટીમમાં પણ ઈચ્છે છે. આવી સ્થિતિમાં જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનો બેકઅપ ઓપનર હશે. એટલે કે ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને શુભમન ગિલ પર રહેશે. પરંતુ જરૂર પડશે તો યશસ્વી જયસ્વાલને તક મળશે. ઈંગ્લેન્ડ સામે 3 ODI મેચો રમાવાની છે, આ શ્રેણી દરમિયાન જયસ્વાલને પણ રોહિત શર્મા અને શુભમન ગિલમાંથી એકને આરામ આપીને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે.

રોહિત શર્માએ યશસ્વી જયસ્વાલની ODI ટીમમાં પસંદગી પાછળનું કારણ તેના ફોર્મને ગણાવ્યું હતું. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'જયસ્વાલને જુઓ, છેલ્લા 6-8 મહિનામાં તેણે શું કર્યું છે તેના આધારે અમે તેને પસંદ કર્યો છે. તે વનડે રમ્યો નથી, પરંતુ અમે તેને તક આપી છે. તેણે ક્ષમતા દર્શાવી છે. (All Photo Credit : PTI / X)
Published On - 5:08 pm, Sat, 18 January 25